fbpx
અમરેલી

અમરેલી : બાબરા તાલુકાના વાંકીયા ગામે તરુણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે તેવા સરકારના બણગા ફૂંકતા હોય છે પરંતુ અવાર નવાર દીકરીઓની છેડતી અને ફોન પર ત્રાસ તેમજ મેસેજ કરીને હેરાન કરવાના બનાવ બનતા હોય છે અને તેમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આજે ફરી એક વખત અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાંકીયા ગામે એક શખ્સ દ્વારા તરુણીને ફોન પર સતત હેરાન કરી ત્રાસ આપતો હતો જેના પગલે તરુણીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

અમરેલીના બાબરા તાલુકાના વાંકીયા ગામે રહેતા મુકેશભાઈ ભીખાભાઇ વાળાની દીકરીએ ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસની પ્રાથમિક તાપસમાં જાણવા મળ્યું છે કે આ આપઘાત પાછળ બાબરા તાલુકાના રહેવાશી સંજય નામના શખ્સ દ્વારા અવાર નવાર ફોન કરી ત્રાસ આપતો હતો જેને લીધે તરુણીએ આપઘાત કરી હતી. તરુણીનું નામ દીપ્તિ જાણવા મળ્યું છે અને તેની ઉમર 17 વર્ષ હતી.

દીપ્તિના પિતા મુકેશભાઈ વાળા જે વાંકીયામાં રહીને મજૂરી કરે છે તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે આરોપી સંજય પર એસ્ટ્રોસીટી એક્ટ  ૩(૨)(૫) અને IPC કલમ 305 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.  

આ બનાવની જાણ પોલીસને મળતા જ પોલીસ ઘટના સ્થળે પોંહચીને પ્રાથમિક તાપસ હાથ ધરી હતી અને વધુ તાપસ અર્થે કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ગત 30 તારીખના રોજ બપોરના 3 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધીમાં બની હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. આ ઘટનાની તાપસ અમરેલી એસ. સી/એસ.સી સેલના નાયબ પોલીસ અધિક્ષક આર ડી ઓઝા કરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/