fbpx
અમરેલી

વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે મંતવ્ય ન્યુઝ દ્વારા”અંગદાન મહાદાન “અમરેલીમાં સાયકલ રેલીનું આયોજન. આરોગ્ય મંત્રી નિમિષા સુથાર – ભાવેશ સોઢા – પ્રા.જે.એમ.તલાવીયાની પ્રેરક ઉપસ્થિતિ. મંતવ્ય ન્યૂઝ અને નહેરુ યુવા કેન્દ્ર – એન.એસ.એસ નું સંયુક્ત આયોજન

અમરેલી : મંતવ્ય ન્યુઝ દ્વારા અંગદાન મહાદાન અભિયાન રૂપે સાઇકલ રેલું નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારત સરકાર – યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નેહરુ યુવા કેન્દ્ર – અમરેલી, રાષ્ટ્રીય સેવા યોજના ઉપક્રમે આયોજિત  “વિશ્વ સાયકલ દિવસ ” નિમિત્તે અંગદાન મહાદાન નું મંતવ્ય ન્યુઝ દ્વારા અભિયાનમાં એક સાયકલ રેલીનું અમરેલી શહેરમાં આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આરોગ્ય મંત્રીશ્રી દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.  કાર્યક્રમની શરૂઆતમાં મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના વરદ હસ્તે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો જીવરાજ મહેતાની પ્રતિમાને માળા અર્પણ કરી બાદમાં શહીદ સ્મારક અમર જવાન જ્યોતિને પુષ્પ અર્પણ કરી અમર શહીદોને મંત્રીશ્રી દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવેલ. મંત્રી શ્રીનિમિષાબેન સુથાર, ભાવેશભાઈ સોઢા, પ્રા.જે.એમ.તલાવીયાનું  પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. આ પળે મંત્રીશ્રી નિમિષાબેન સુથાર દ્વારા જણાવવામાં આવેલ કે મંતવ્ય ન્યૂઝ તરફથી “અંગ દાન મહાદાન” અભિયાનને બિરદાવવામાં આવેલ અને નિમિષાબેન સુથારે અમરેલીને તેમની કર્મ ભૂમિ અને માટીની મહેક અને લોકો ને એમના એમજ જણાવ્યા હતા અને અમરેલી શહેરમાં પંદર વર્ષ બાદ આવ્યા અને મંતવ્ય ન્યૂઝના અંગદાન મહાદાન વિશે લોકોને અપીલ કરી હતી અને અંગદાન થી કઈક જિંદગી બચી શકે છે આ કાર્યક્રમમાં  ભાવેશભાઈ સોઢા, પ્રા.જે.એમ.તલાવીયા, વિકાસકુમાર, પ્રવીણ જેઠવા, અશરફભાઈ કુરેશી,વગેરેએ ખાસ હાજરી આપેલ હતી. આ સાઇકલ રેલીને આરોગ્ય મંત્રી શ્રીનિમિષાબેન સુથારના વરદ હસ્તે લીલી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવવામાં આવેલ તેમજ મંત્રીશ્રીઍ સ્વયંમ આ રેલીમાં સાયકલ ચલાવી યુવાઓને યોગ્ય ઉદાહરણ પૂરું પાડેલ હતું.સંચાલન પ્રા.જે.એમ તળાવીયા  દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શિવમ ગોસાઈ, શીલુ કિશન, ઋતુરાજ સરવૈયા, ઋત્વિક  સોલંકી, યશ જોષી, જ્યોતિકા સોંદરવા, શિલ્પા બગડા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/