fbpx
અમરેલી

શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી દ્વારા આરોગ્યમંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં બગસરા ખાતે સર્વ રોગ કેમ્પ યોજાયો

અમરેલી ના વતનના રતન માનનીય કેળવણીકાર વસંતભાઈ ગજેરા દ્વારા સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા લક્ષ્મી ડાયમંડના ૫૧ માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ગજેરા ટ્રસ્ટના ઉપક્રમે બગસરા ખાતે સર્વજ્ઞાતિ નિ:શુલ્કે કે નિદાન તથા સારવાર કેમ્પનું આયોજન રાજ્ય ના રાજ્ય આરોગ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શ્રીમતી રેખાબેન મોવલીયા, જીલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા, ડીસ્ટ્રીક બેંક રાજકોટ ના ડાયરેક્ટર લલીતભાઈ રાદડીયા, કોકીલાબેન કાકડીયા, રમેશભાઈ સુવાગીયા, પુ.જેરામબાપુ તથા ઘુસા ભગત ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના આરંભે સૌનું શબ્દોથી સ્વાગત જગદીશભાઈ માંગરોળીયાએ કર્યું હતું તથા અમરેલીના બગસરામાં પ્રથમ વખત આવેલ રાજ્યમંત્રીશ્રી નિમિષાબેન નું સન્માન કેળવણીકાર વસંતભાઇ ગજેરાએ કર્યું હતું તથા વિધ વિધ ક્ષેત્રમાં સેવા બદલ સેવા પુરુષ વસંતભાઈ ગજેરા નું બગસરા તાલુકાના સર્વ જ્ઞાતિના આગેવાનોએ સન્માન કર્યું હતું આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને થી ઉધ્બોધન કરતા આરોગ્ય મંત્રીશ્રી શ્રીમતી નિમિષાબેન સુથારે શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા થતી આરોગ્ય સેવાઓને બિરદાવી હતી.આ તો કેળવણીકાર તથા વતન ના રતન માનનીય વસંતભાઇ ગજેરાએ પોતાના પ્રાસંગિક ઉધ્બોધન માં જિલ્લાના વધુમાં વધુ લોકો શાંતાબા હોસ્પિટલની આરોગ્ય સેવાનો લાભ લેવા આહવાન કરીને ટૂંક સમયમાં જીલ્લાની જનતાને અતિ આધુનિક  ૬૦૦ (છ સો) બેડ ની હોસ્પિટલ ની સુવિધા ઉપલબ્ધ કરવાની ખાત્રી આપી હતી.હોસ્પિટલના ડાયરેક્ટર પીન્ટુભાઇ ધાનાણી શાંતાબા હોસ્પિટલના ડોક્ટર્સ, નર્સિંગ, સુપરવાઈઝર વગેરે સ્ટાફે કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરેશ બાવીશીએ કર્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/