fbpx
અમરેલી

સાવરકુંડલા BAPS બાળ મંડળ દ્વારા વિશાળ વ્યસનમુક્તિ રેલી

-પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે છેલ્લા પાંચ વર્ષથી BAPS સંસ્થા દ્વારા માનવ ઉત્કર્ષ, પારિવારિક એકતા, સમાજ સેવા તેમજ રાષ્ટ્ર હિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા છ. તે પૈકી સંસ્થામાં ચાલી રહેલા બાળમંડળના બાળકો દ્વારા વિરાટ વ્યસન મુક્તિ અભિયાન અને પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ઉનાળુ વેકેશનના સમય દરમિયાન BAPS સંસ્થાના બાળકો તેમજ બાલિકાઓ દ્વારા નાના નાના ગામડાઓથી માંડીને મહાનગરોમાં આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ અભિયાનમાં અનેક લોકોએ વ્યસનમુક્તિના સંકલ્પો  લીધા હતા. જેમાં ખાસ કરી માવા, મસાલા, સિગારેટ, તમાકુ, દારૂ, જુગાર, માંસાહાર જેવા વ્યવસનો ત્યાગ કરી શુદ્ધતાના સંકલ્પો લીધા હતા. આ ઉપરાંત બાળકોના શિક્ષણ અને સંસ્કાર માટે વધુ સમય ફાળવવા પણ ઘણા માતા-પિતાએ સંકલ્પો કર્યા છે.


આ અભિયાનના ભાગરૂપે આજે સાવરકુંડલા શહેરના રાજમાર્ગ ઉપર વિશાળ વ્યસનમુક્તિ રેલીનું આયોજન હાથ ધરાયું હતું જેમાં સાવરકુંડલા શહેર તેમજ નજીકના વિસ્તારમાં ચાલી રહેલા બાળ બાલિકા મંડળ ના બાળકો તેમજ કાર્યકરોએ ભાગ લીધો હતો વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકો તેમજ બલિકાઓ પોતાના હાથમાં વ્યસન મુક્તિનો સંદેશો આપતા વિવિધ સૂત્રો દર્શાવી લોકોમાં જાગૃતિ લાવવાનું કાર્ય કર્યું હતું. ઉપરાંત શણગારેલા ૯ જેટલા ટ્રેક્ટરમાં વ્યસન મુક્તિને લગતી આકર્ષક પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી હતી. સાથે સાથે ૧૦૦ જેટલા બાઈક તેમજ સ્કુટી ઉપર સવાર બાળ બાલિકા કાર્યકરો પણ આ રેલી માં જોડાયા હતા. આ રીતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી છતાં સંપૂર્ણ શિસ્તબદ્ધ રીતે હજારો બાળકો બાલિકાઓ કાર્યકરો – હરિભક્તો આ રેલીમાં જોડાયા હતા. આ વ્યસનમુક્તિ રેલી એટલી તો અસરકારક હતી કે રેલી જોવા આવનારા ઘણા લોકોએ તો ત્યાં જ વ્યસન મૂકવાના નીયમો લીધા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/