fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન વિસ્તારમાં આવેલ મહાદેવ સોસાયટીમાં સ્કોર્પિયો ફોરવ્હિલ કારમાંથી દારૂ સગેવગે થાય તે પહેલા જ ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ -૩૭૨ , વાહન તથા મોબાઇલ ફોન સહિત કુલ કિં.રૂ. ૩,૦૫,૦૨૦ / – ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ 

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા ભાવનગર રેન્જ હેઠળના જિલ્લાઓના પોલીસ સ્ટાફને સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં દારૂ – જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . જે અન્વયે આજરોજ તા .૧૩ / ૦૬ / ૨૦૨૨ ના વહેલી સવારે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી.આર.કે.કરમટા નાઓની રાહબરી નીચે , અમરેલી એલ.સી.બી ટીમે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે . વિસ્તારમાં જેસર રોડ ઉપર આવેલ મહાદેવનગર સોસાયટીમાં આરોપીઓની ફોરવ્હિલ કારમાં રાખેલ વિદેશી દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા જ રેઇડ કરી , ગેરકાયદેસર રીતે વાહનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની જુદી જુદી બ્રાન્ડની બોટલો સાથે બે વ્યક્તિઓને પકડી પાડી , તેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી , સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીઓઃ ( ૧ ) રઘુભાઇ કાળુભાઇ લોમા , ઉં.વ .૩૦ , રહે.સાવરકુંડલા , જેસર રોડ , મહાદેવનગર સોસાયટી , જિ.અમરેલી ( ૨ ) શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા , ઉં.વ .૩૪ , રહે.સાવરકુંડલા , કલ્યાણ સોસાયટી , મુળ રહે.લુવારા , તા.સાવરકુંડલા , જિ.અમરેલી પકડવાના બાકી આરોપીઓ ( ૧ ) હરેશભાઇ દરબાર , રહે , સાવરકુંડલા ( ૨ ) ભાવેશભાઇ જયંતીભાઇ ધાખડા , રહે.સાવરકુંડલા ( ૩ ) નિમેશભાઇ ઉર્ફે વિજળી જીણાભાઇ વાડદોરીયા , રહે.સાવરકુંડલા , જી.અમરેલી , ( ૪ ) ટીણાભાઇ , રહે.મહુવા , મો.ન .૭૪૮૭૮૪૬૯૬૫ પકડાયેલ આરોપી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચાનો ગુનાહિત ઇતિહાસ આરોપી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા વિરૂધ્ધ અગાઉ નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . ફ.ગુ.ર.નં. ૩૫/૨૦૧૭ , ઇ.પી.કો. કલમ ૪૯૮ ( એ ) , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ ( ૨ ) સાવરકુંડલા રૂરલ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૫૩૨૦૦૪૬૭/૨૦૨૦ , ઇ.પી.કો. કલમ ૨૬૯ , ૨૭૦ , ૧૮૮ તથા એપેડેમિક ડિસિઝ એક્ટ કલમ ૩ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ ૫૧ ( બી ) પકડાયેલ આરોપી રઘુભાઇ કાળુભાઇ લોમાનો ગુનાહિત ઇતિહાસઃ આરોપી શાંતીભાઇ વિક્રમભાઇ બોરીચા વિરૂધ્ધ અગાઉ નીચે દર્શાવ્યા મુજબના ગુનાઓ નોંધાયેલ છે . ( ૧ ) જેસર પો.સ્ટે . જિ.ભાવનગર ગુ.ર.નં. પ્રોહી ૯૬/૨૦૧૯ , પ્રોહી એક્ટ કલમ ૬૬ ( બી ) , ૬૫ ( એ ) ( ઇ ) , ૮૧ , ૧૧૬ ( બી ) પકડાયેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ – અલગ બ્રાન્ડની , ૭૫૦ મીલીની બોટલ નંગ -૩૭૨ , કિં.રૂ .૧,૪૩,૫૨૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૪ , કિં.રૂ .૧૧,૫૦૦ / – તથા મહિન્દ્રા સ્કોર્પિયો ફોરવ્હિલ કાર , રજી.નંબર GJ 01 – HD – 6059 , કિં.રૂ .૧,૫૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ. ૩,૦૫,૦૨૦ / – નો મુદ્દામાલ .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/