fbpx
અમરેલી

જેટલી સતર્કતા વધુ એટલી લોકપ્રિયતા વધુ. અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયા આમજનતાની સમસ્યાઓનાં ઉકેલ માટે સદૈવ તત્પર

સાવરકુંડલા શહેરનાં વોર્ડ નંબર પાંચનાં રહીશો દ્વારા હાથસણી રોડની બંને બાજુ ખોડિયાર ચોકથી બાપા સીતારામની મઢુલી (રાધે શ્યામ સોસાયટી) સુધી રોડની બંને બાજુ રાહદારીઓ માટે ફૂટપાથ બનાવવા માટે સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રી અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેનને લેખિત રજૂઆત કરી હતી. આ સંદર્ભે અમરેલી સાંસદ નારણભાઈ કાછડીયા, સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સાવજ તથા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસુરીયાને
પણ નકલ રૂબરૂ આપેલ. આ સંદર્ભે આ રજૂઆતની વિગતો જાણી શ્રી સુરેશભાઈ પાનસુરીયાએ સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસરને પત્ર પાઠવી વોર્ડ નંબર પાંચનાં રહીશોની હાથસણી રોડની બંને બાજુએ ફૂટપાથ તથા યોગ્ય સ્થાને સ્પીડબ્રેકર અને સિનિયર સિટીઝન માટે યોગ્ય જગ્યાએ સિનિયર સિટીઝન પાર્ક તથા બાળકો માટે ક્રિડાંગણ માટે વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી અને તેની નકલ રવાના વોર્ડ નંબર પાંચનાં રજૂઆતકર્તાને પણ કરી હતી.. આમ પોતાની પાસે સાવરકુંડલા શહેરનાં રહીશોની  સમસ્યાઓ અંગે નિવારણ કરવા માટે સદૈવ પ્રયત્નશીલ રહે છે.
આમ પણ લોકતંત્રમાં નેતા જેટલા લોકોથી નજીક એટલા વધુ લોકપ્રિય હોય છે અને સુરેશભાઈ પાનસુરીયા એનું જીવંત દ્ર્ષ્ટાંત છે. માત્ર સત્તા માટે નહીં પરંતુ લોકહિત માટે કાર્ય કરતાં આવા લોકપ્રિય નેતા સાવરકુંડલા શહેરના આભૂષણ સમાન છે.. આમ પણ જનતાના વિવિધ પ્રશ્ર્નોને સતત સંલગ્ન તંત્ર સુધી પહોંચાડવા માટે તેઓ શ્રી સતત પ્રયત્નશીલ રહે છે. આવાં લોકહિતનાં કાર્યો દ્વારા તેમનો લોકપ્રિયતાનો આંક સતત ઊંચે જતો જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/