fbpx
અમરેલી

અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ ગારીયાધાર તાલુકાના મેસણકા ખાતે

૨૨૦ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ધારસભ્ય કેશુભાઈ નાકરાણી  

…………………………………………….

સરકાર દ્વારા કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત રૂ. ૬૭.૧૪ કરોડ ના ખર્ચે સબસ્ટેશન નિર્માણ પામેલ

…………………………………………….

આજ રોજ અમરેલી સંસદીય વિસ્તાર હેઠળ આવતા ગારીયાધાર તાલુકાના મેસણકા ગામે સરકારશ્રી તરફ થી રૂ. ૬૭.૧૪ કરોડના ખર્ચે મંજુર કરી, નવનિર્માણ પામેલ ૨૨૦ કે.વી. સબસ્ટેશનનું અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા અને ગારીયાધારના ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું

આ તકે સાંસદશ્રીએ જણાવેલ હતું કે, મેસણકા સબસ્ટેશન કાર્યાન્વિત થતા ગારીયાધાર, જેસર, પાલીતાણા અને શિહોર તાલુકાના ગામોને પૂરતા દબાણથી વીજળી પ્રાપ્ત થશે અને ખેતી તેમજ બિનખેતી ગ્રાહકોને વિના વિક્ષેપે વીજ પુરવઠો મળી રહશે.

આ કાર્યક્રમમાં અમરેલી જીલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન શ્રી પુનાભાઈ ગજેરા, ભાવનગર જીલ્લા ભાજપ મંત્રીઓ શ્રી મોહનભાઈ ભંડેરી અને શ્રી બટુકભાઈ મકવાણા, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જયસુખભાઈ ખૂટ, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી વી.ડી.સોરઠીયા, નગર પાલિકા પ્રમુખ શ્રી પ્રફુલભાઈ કાત્રોડિયા, માર્કેટિંગયાર્ડ ચેરમેન શ્રી ભાવેશભાઈ ગોરશિયા, તાલુકા મહામંત્રી શ્રી રાજપાલસિંહ ગોહિલ, શ્રી બળવંતભાઈ ખસીયા, પ્રદેશ કિસાન મોરચા કારોબારી સભ્ય શ્રી ભરતભાઈ ધામેલીયા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ ગોયાણી, શહેર ભાજપ મહામંત્રી શ્રી વલ્લભભાઈ જાદવ, યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી યુસુફભાઈ જુણેજા, સરપંચ શ્રી સજુભાઈ જુણેજા, ઉપસરપંચ શ્રી પંકજભાઈ ગઢવી, પૂર્વ ઉપસરપંચ શ્રી નાજીરભાઈ સહિતના આગેવાનો, અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/