fbpx
અમરેલી

જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ અમરેલી દ્વારા ચોમાસા દરમિયાન આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા અનુરોધ

હવામાન વિભાગની આગાહી મુજબ તા.૦૭/૦૭/૨૦૨૨ થી તા.૧૧/૦૭/૨૦૨૨ સુઘી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવનાના કારણે વર્ષાઋતુમાં આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાંઓ ભરવા જિલ્લા વહીવટી તંત્ર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, અમરેલી દ્વારા નીચે મુજબની સાવધાની રાખવા અને તેનું પાલન કરી સુરક્ષિત રહેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવ્યો છે. ચોમાસા દરમિયાન આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવા માટે આ પગલાઓ લેવા જોઈએ. ઘરની અંદર હોઈ ત્યારે વીજળીથી ચાલતાં ઉપકરણોથી દુર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ટાળવો, બારી-બારણા અને છતથી યોગ્ય રીતે દૂરી રાખવી. વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી દૂરી રાખવી. ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીનથી દૂરી રાખવી. આકાશીય વીજળી સમયે ઘરની બહાર હોઈ ત્યારે ખાસ ધ્યાને રાખવા જેવી બાબતો છે કે, ઉંચા વૃક્ષોનો આશરો ટાળવો જોઈએ. પશુઓને ઉંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું. આસપાસ ઉંચા માળખા ધરાવતાં વિસ્તારમાં આશરો લેવાનું ટાળવું. ટોળામાં ના રહેવું જોઈએ. મજબૂત છતવાળા મકાનનો જ આશરો લેવો જોઈએ. મુસાફરી સમયે વાહનમાં જ રહેવું યોગ્ય છ. પુલ,જળાશયો અને તળાવોથી દૂર રહેવું. પાણીમાં હોવ તો બહાર આવી જવું જોઈએ. ધાતુની વસ્તુઓથી દૂર રહેવું ઉપરાંત આકાશી વીજળી થતી હોય તે દરમિયાન વીજળીની સલામતી માર્ગદર્શિકા મુજબ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી,જો તમે ૩૦એ પહોંચતા પહેલા ગાજવીજ સાંભળશો તો ઘરની અંદર જવું અને ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરવી. વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા. વીજળીના વાહકો વડે ઘરને આકાશી વીજળીથી સુરક્ષિત બનાવવું. તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું.  શોર્ટસર્કિટથી વીજ પ્રવાહ આપોઆપ બંધ થઈ જાય તેવી સ્વીચ વાપરવી જોઈએ, તેમ નિવાસી અધિક કલેક્ટરશ્રી અમરેલીએ એક યાદીમાં અનુરોધ કર્યો છે. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/