fbpx
અમરેલી

ઠેબી સિંચાઈ યોજના, વડી સિંચાઈ યોજના, ખોડીયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક

સમગ્ર રાજ્યમાં ચોમાસાની શરૂઆતમાં મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ સારો પડવાથી ખેડૂતો ખુશખુશાલ છે, છેલ્લા ત્રણેક દિવસથી રાજ્યના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં મેઘો મન મૂકીને હેત વરસાવી રહ્યો છે. અમરેલી જિલ્લામાં વરસાદના કારણે તમામ જળાશયોમાં પાણીની આવક શરુ થઈ છે. જિલ્લાની અંદર મુખ્ય કુલ ૧૦ સિંચાઈ યોજનાઓ આવેલી છે. ઠેબી સિંચાઈ યોજના, વડી સિંચાઈ યોજના, ખોડીયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક મુંજીયાસર, વડીયા, શેલદેદુમલ, સુરજવડી, ધાતરવડી ૧ અને ૨ અને રાયડી સિંયાઈ યોજનામાં પણ પાણીની આવક થઈ છે. અમરેલીના ઠેબી સિંચાઈ યોજના હેઠળ ઠેબી ડેમની સરેરાશ ઉંડાઈ ૩ મીટર છે, જો તેમાંથી વધુમાં વધુ ૧.૫૦ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો નદીના કાંઠા બહાર પાણી નીકળવાની શક્યતા નથી.

આ યોજના પર ઉપરવાસમાં ચિતલ,મોણપુર,ચરખા અને ઉંટવડ વિસ્તાર છે, નીચાણવાળા વિસ્તારમાં અમરેલીનું જેસિંગપરા, મણીનગર, સીંધી અને ત્રિપદા સોસાયટી ઉપરાંત પ્રતાપપરા, ચાંપાથળ વિસ્તારો છે. વડી નદી પર વડી સિંચાઈ યોજના છે. વડી નદીની સરેરાશ ઉંડાઈ ૩ મીટર છે, જેમાં વધુમાં વધુ ૦.૪૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો નદીના કાંઠા બહાર પાણી નીકળવાની શક્યતા નથી. ઉપરવાસમાં લૂણીધાર, જીથુડી, કાઠમા, પીપળલગ અને કોલડા વિસ્તાર છે,જ્યારે ઉપરવાસમાં માંગવાપાળ, વરુડી, અમરેલી, ફતેપુર વિસ્તાર છે.

શેત્રુંજી નદી પર ખોડીયાર સિંચાઈ યોજના આવેલ છે, શેત્રુંજી નદીની સરેરાશ ઉંડાઈ ૬ થી ૧૦ મીટર છે, તેમાંથી વધુમાં વધુ ૦.૮૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવે તો પાણી નદીના પટમાં પસાર થઈ શકે તેવી સંભાવના છે. અહીં ઉપરવાસમાં ધારી, મીઠાપુર, સરસીયા, ખીચા, દલખાણીયા, ગીગાસણ, બોરડી, હરીપરા, આંબરડી અને નીચાણવાળા વિસ્તારોમાં ધારી તાલુકાનું આંબરડી, બગસરાનું હાલરીયા, હુલરીયા, અમરેલીના મેડી, તરવડા, બાબપુર,વાંકીયા, ગાવડકા, નાના ગોખરવાળા, મોટા ગોખરવાળા વગેરે ઉપરાંત લીલીયાના કણકોટ, આંબા, લોકી બવાડા, સાવરકુંડલાના બોરાળા, જુના સાવર, ફીફાદ વગેરે વિસ્તારો નીચાણવાળા છે.

               સાંતલી નદી પર મુંજીયાસર સિંચાઈ યોજના  છે, સાંતલી નદીની ઉંડાઈ ૨.૫૦ મીટર છે અને ડેમનો ડિસ્ચાર્જ ૪૨,૦૦૦ ક્યુસેક છે. ઉપરવાસના વિસ્તારોમાં વિસાવદરના અમુક ગામો, ધારી તાલુકાના અમુક ગામ જેમ કે, ભાડેર અને મોણવેલ, બગસરાના શાપર, નવી હળીયાદ, રફાળા ગામ જે ઉપરવાસમાં  છે. બગસરાના બગસરા, શિલાણા, સનાળીયા, અમરેલીના ટીંબલા, બાબાપુર, પાણીયા અને ગાવડકા સહિતના ગામનો નીચાણવાળા વિસ્તારમાં આવે છે. સુરવો નદી પર વડીયા સિંચાઈ યોજના  છે. સુરવો નદીની ઉંડાઈ ૨.૫૦ મીટર છે અને ડેમનો ડિસ્ચાર્જ ૫૫,૦૦૦ ક્યુસેક છે. આ સિંચાઈ યોજનાના ઉપરવાસમાં મોરવાડા, ખાન ખીજડીયા, તોરી, રામપુર છે અને વડીયા ગામમાંથી આ નદી પસાર થતી હોય વડીયા ગામને પૂરથી અસર થાય છે અને હેઠવાસમાં આવતા ગામો રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં આવે છે.

સાવરકુંડલામાં દેદુમલ નદી પર શેલ દેદુમલ યોજના છે, દેદુમલ નદીની ઉંડાઈ ૨.૫૦ મીટર છે, ડિસ્ચાર્જ ૫૫,૦૦૦ ક્યુસેક છે. ખાંભા, ઇંગોરાળા, મોટા સમઢિયાળા ઉપરવાસમાં છે. જ્યારે હાથસણી, નેસડી, કરજાળા, સીમરણ વગેરે નીચાણવાળા વિસ્તારો છે. સાવરકુંડલામાં સૂરજવડી નદી પર સૂરજવડી યોજના છે.  સૂરજવડી નદીનો કાંઠો ૪ થી ૫ મીટર ઉંચાઈનો છે અને ડેમનો ડિસ્ચાર્જ ૫૦,૦૦૦ ક્યુસેક છે. ઉપરવાસમાં ધજડી, બાઢડા, જાબાળ અને નીચાણવાળા વિસ્તારોમાં ખોલત, દોલતી છે. રાજુલામાં ધાતરવડી નદી પર ધાતરવડી ૧ અને ૨ યોજનાઓ છે. ધાતરવડી નદીની ઉંડાઈ ૮ મીટર છે અને ડેમનો ડિસ્ચાર્જ ૧,૫૩,૦૦૦ ક્યુસેક છે. ધાતરવડી-૧ અને ૨ની ઉપરવાસમાં વાવેરા, ધારેશ્વર, નવી અને જૂની માંડરડી, ખાખબાઈ અને છતડીયા, ઝાપોદર, રામપરા-૨, કોવાયા ચોત્રા વગેરે નીચાણવાળા વિસ્તારો છે. અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનના અત્યાર સુધીના વરસાદ અને ઉપરવાસમાં વરસાદના કારણે જિલ્લાની તમામ સિંચાઇ યોજનાઓમાં પાણીની આવક શરુ થઈ છે.

અત્યારે વર્ષાઋતુમાં ઉપરવાસમાં પણ વરસાદ શરુ છે. આ વરસાદને લીધે જળાશયમાં પાણીની આવક થાય છે. આ જળાશયથી નીચેના વિસ્તારો કે ભાગમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં વસતા હોય તેવા તમામને સાવચેત રહેવા અને એ વિસ્તાર કે આજુબાજુમાં અવર -જવર ન કરવા માટે અનુરોધ છે. ઉપરવાસમાં વરસાદના લીધે અને અમરેલી જિલ્લામાં તા.૧૪ અને તા.૧૫ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે આ જળાશયોમાં પાણીની આવક હજુ પણ વધી શકે છે. જેના લીધે આસપાસના ગામમાં પણ તેની અસર થઈ શકે તેમ છે આથી જળાશયથી નીચેના વિસ્તારોમાં કે નદીના પટમાં અથવા કાંઠાના વિસ્તારમાં અવર જવર ના કરવા વાયરલેસ ઓપરેટર, અમરેલી ફ્લડ સેલ દ્વારા સૂચના જારી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/