fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નગરપાલિકા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે કામગીરી કરવા માટે સૂચનાઓ આપી વ્યવસ્થા ગોઠવી

તા.૧૪ અને તા.૧૫ જુલાઈ, ૨૦૨૨ના રોજ જિલ્લા માટે રેડ એલર્ટ છે. જિલ્લાના નાગરિકોને આવતીકાલે બપોર સુધીમાં કેટલીક તૈયારીઓ રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. નગરપાલિકા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો જ્યાં પાણી ભરાવાની શક્યતા હોય તેવા વિસ્તારોની યાદી બનાવી કુલ સ્થળાંતર કરવાપાત્ર લોકોની સંખ્યા નક્કી કરી રાખવી. Identified આશ્રયસ્થાન રેડી ટુ યુઝ અવસ્થામાં રાખવા. પાણી, ભોજન, ડીજી સેટ, દવાઓ વગેરેની આગોતરી વ્યવસ્થા કરી રાખવી આવશ્યક છે. આ કામગીરી માટે નગરપાલિકાના ચીફ ઓફિસર અને તમામ તાલુકા મામલતદાર દ્વારા સતર્કતાના પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સ્થળાંતર પાત્ર લોકોની સંખ્યા નક્કી કરી આશ્રય સ્થાનોએ તમામ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

          મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીશ્રી દ્વારા તાલુકાવાર સ્થળાંતર પાત્ર લોકોની યાદી તૈયાર કરી દેવામાં આવશે. તમામ પ્રાંત અધિકારી  આ તમામ કામગીરી માટે તેમના સબ ડીવીઝન પૂરતા ટીમ લીડર તરીકેની કામગીરી કરવામાં આવશે. અન્ય અધિકારીશ્રીઓએ અગાઉ આપવામાં આવેલી સૂચનાઓ પ્રમાણે તકલીફ થઈ શકે એવા વિસ્તારોની યાદી અને જરૂરી વ્યવસ્થાઓની યાદી તૈયાર કરી રેડી ટુ એક્ટ મોડમાં રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/