fbpx
અમરેલી

મહિલાઓમાં સ્તનકેન્સર તથા ગર્ભાશય મુખ કેન્સરનો નિઃ સુલક કેન્સર નિદાન કેમ્પ કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

લીલીયા ખાતે  રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ તથા આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ ચીખલી અને ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત ના સહયોગથી મહિલાઓમાં સ્તનકેન્સર તથા ગર્ભાશય મુખ કેન્સર નો નિઃ સુલક કેન્સર નિંદાન કેમ્પ કરતા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત.

આજરોજ લીલીયા, પટેલ વાડી, લાઠી રોડ ખાતે લીલીયા તાલુકા ના ગામો માંથી સ્ત્રીઓ ના દર્દો જેવા કે સ્તન કેન્સર, ગર્ભાશય મુખ કેન્સર માટે પ્રાઇવેટ હોસ્પિટલ માં નિદાન કરાવવા જવું પડે અને મોટી રકમ થી આપવી પડે તેમજ  બહાર મોટી સ્પેશ્યાલિસ્ટ દર્દો ની હોસ્પિટલો માં આખો દિવસ હેરાન થવું પડે  જેને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા ઘર આગણે આવા રીપોર્ટ અને નિદાન થાય તે પણ નિઃ શુલ્ક તેવા શુભ આશય થી આજ રોજ રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ તથા આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ ચીખલી ની સાથે સંકલન કરી અને ધારાસભ્ય શ્રીના સહયોગ થી આ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં લીલીયા તાલુકાની ૮૦ જેટલી મહિલાઓએ આ કેમ્પ માં ભાગ લઈને નિદાન કરાવેલ.  

જેમાં રોટરી કલબ ઓફ અમરેલી ના પ્રેસીડન્ટ ડૉ. અંબરીશભાઈ રાજ્યગુરુ, ડૉ. પ્રતિકભાઈ સંઘરાજકા, ડો,નીલેશભાઈ જોષી, ઉપસ્થિત રહ્યા હતા અને તેમના તેમજ રોટરી કલબ ઓફ ચીખલી રીવરફન્ટ તથા આલીપોર સોશ્યલ વેલ્ફેર ટ્રસ્ટ ચીખલી ની ટીમ દ્વારા  દેખરેખ રાખીને તપાસ કરવામાં આવ્યા હતા. આ નિઃ શુલ્ક કેમ્પ  માં ડો. કુંભાણી, ,આર,બી.ભાલાળા. ખોડાભાઈ માલવિયા પ્રમુખ તાલુકા કોંગ્રેસ સમિતિ લીલીયા, જીવનભાઈ વોરા, બહાદુરભાઇ બેરા પ્રમુખ તાલુકા પંચાયત લીલીયા , જીવરાજભાઈ પરમાર નીતિનભાઈ ત્રિવેદી મહામંત્રી કોંગ્રેસ સમિતિ લીલીયા વિજયભાઈ કોગથીયા કારોબારી ચેરમેન , ભીખાભાઈ દેવાણી, સામતભાઈ બેલા મનોજભાઈ સેજપાલ  મનુભાઈ દુધાત, ભુપતભાઈ પટોલિયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યકમ ને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી. 

આમ ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા લોકોને ઘર આગણે આવી સેવાકીય પ્રવુતિ કરી ને લોકોને મદદરૂપ થવામાં અગ્રેસર રહેતા હોય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/