fbpx
અમરેલી

કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરીયર વારસદારને રૂ.૫૦ લાખની આર્થીક સહાય ચુકવાઈ

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાના પ્રયાસથી કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરીયર – આરોગ્ય કમૅચારીના વારસદારને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ રૂા. પ૦ લાખની આથિૅક સહાય ચુકવવામાં આવેલ છે. અમરેલી જીલ્લાના સાવરકુડલા તાલુકાના ઝીંઝુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મ.પ.હે.સુ. તરીકે ફરજ બજાવતા શ્રી રામજીભાઈ ઉકાભાઈ મહીડાનુ તા. ર૧/૦૪/ર૦ર૧ ના રોજ કોરોના સંક્રમણના કારણે અવસાન થયેલ હતુ. ત્યારબાદ આ આરોગ્ય કમૅચારીના વારસદાર ગં. સ્વ. લીલાબેન રામજીભાઈ મહીડાએ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ વીમા
કવચ સહાય માટે તા. ર૩/૦૬/ર૦ર૧ થી જરૂરી સાધનિક પુરાવાઓ સાથે અરજી કરેલ હતી.

પરંતુ તંત્ર દ્વારા થઈ રહેલ વિલંબને કારણે અરજદારની ફાઈલ ગાંધીનગર સુધી પહોંચેલ ન હતી. જેના લીધે સહાય મંજુર થવામાં થઈ રહેલ વિલંબ બાબતે અરજદારે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા સમક્ષ રજૂઆત કરતા સાંસદશ્રીએ તાત્કાલીક ગત તા. ૧ર/૦૩/ર૦રર ના રોજ જા.નં. એમપી/અમરેલી/આર/૮૭૯ર/રર ના પત્રથી ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલને લેખિત તેમજ ટેલિફોનીક ભલામણ કરતા કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરીયર – આરોગ્ય કમૅચારીના વારસદાર ગં. સ્વ. લીલાબેન રામજીભાઈ મહીડાને તા. ર૪/૦પ/ર૦રરના રોજ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ ઈન્સ્યોરન્સ યોજના હેઠળ રૂા. પ૦ લાખની આથિૅક સહાયઈ–પેમેન્ટથી ચુકવવામાં આવેલ હોવાનું સાંસદ કાયૉલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/