fbpx
અમરેલી

જાફરાબાદના રોહીસા ગામેથી બે બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઑ.જી. ટીમ

અશોક કુમાર સાહેબ , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ , ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર કલીનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનર ને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચનાં આપેલ હોય , જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , અમરેલીનાઓના માર્ગદર્શન હેઠળ અત્રેનાં અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરોની ડિગ્રી વગર કલીનિક ચલાવી મેડિકલ પ્રેકિટસ કરી આવા કૃત્યથી માનવ જીંદગી જોખમાય તેમ હોય તેવુ પોતે જાણતા હોવા છતા દર્દીઓને નિદાન / સારવાર આપી માનવ જીંદગી સાથે ચેડા કરનાર વિરૂધ્ધ કાયદસરની કાર્યવાહી કરવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપવામાં આવેલ .

જે અનુસંઘાને શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટ , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમને અમરેલી જીલ્લામાં આવા બોગસ ડોક્ટરની માહિતી મેળવી અને તેઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સતત પ્રયત્નશીલ રહેલ હોય , જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસ્ટલ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે , રોહીસા ગામે મફત પ્લોટ વિસ્તારમાં રહેતા હિતેષભાઇ કનુભાઇ રાજ્યગુરૂ રહે.રોહીસા પોતાન રહેણાંક મકાનમાં તથા જયેશભાઇ પોપટભાઇ કલસરીયા ” શિવ કલીનિક ” નામનું ગેરકાયદેસર દવાખાનુ / કલીનિક ચલાવતા હોય જે અન્વયે સદરહું જગ્યાએ તાલુકા હેલ્થ ઓફીસરશ્રી , જાફરાબાદ તથા ફાર્માસીસ્ટ સાથે રેઇડ કરતા મજકુર ઈસમોને એલોપેથીક દવાઓ , દવાની બોટલો , ઇન્જેકશન તથા સિરપની બોટલો – ટયુબ વિગેરે મેડિકલને લગતી સાધન સામગ્રીના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે .

પકડાયેલ આરોપીઓ : ( ૧ ) હિતેષભાઇ કનુભાઇ રાજ્યગુરૂ , ઉ.વ .૫૦ , ધંધો – ડોકટર રહે . રોહીસા , મફત પ્લોટ વિસ્તાર , તા.જાફરાબાદ જી.અમરેલી ( ૨ ) જયેશભાઇ પોપટભાઇ કલસરીયા , ઉ.વ .૨૪ , ધંધો – ડોકટર રહે . ટીંબી , ગાયત્રી સોસાયટી , તા.જાફરાબાદ જી.અમરેલી

કબ્જે કરેલ મુદ્દામાલ : મજકુર પકડાયેલ ઈસમ ( ૧ ) હિતેષભાઇ કનુભાઇ રાજ્યગુરૂ પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ નંગ -૧૪૭ કુલ કિ.રૂા .૧,૨૩,૧૨૪.૨૫ / – ના મુદ્દામાલ સાથે તથા ( ર ) જયેશભાઇ પોપટભાઇ કલસરીયા પાસેથી એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી વસ્તુ કુલ નંગ -૯૯ કુલ કિ.રૂા .૧,૨૦,૨૬૧.૮૫ / – મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે . અને બન્ને ઈસમો વિરૂધ્ધ ગુનાઓ રજી . કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે .

આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ , નાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ પોલીસ સબ ઈન્સપેક્ટર , ઈન્ચાર્જ એસ.ઓ.જી. તથા એસ.ઓ.જી.ટીમ દ્વારા બે બોગસ ડોક્ટરોને એલોપેથીક દવાનાં જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/