fbpx
અમરેલી

‘આયુષ્યમાન ભારત કાર્ડ’ના કારણે મળ્યું નવજીવન, હાર્ટ એટેક બાદ થઈ નિ:શુલ્ક સારવાર, માન્યો સરકારનો આભાર

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની ડબલ એન્જિન સરકારની જન કલ્યાણકારી યોજનાઓના કારણે જન-જન સુધી લાભ પહોંચી રહ્યો છે. આવી જ કલ્યાણકારી આરોગ્યની યોજના પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત જન આરોગ્ય કાર્ડના કારણે અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના જાળિયા ગામના રહેવાસી સંદિપભાઈ ખોડાભાઈ સોલંકીને હાર્ટ એટેક   બાદ નવજીવન મળ્યું છે. સંદિપભાઈને આ હાર્ટ એટેક  આવ્યા બાદ તેમની નિ:શુલ્ક સારવાર થઈ, એટલું જ નહીં પરંતુ તેમના હૃદયમાં બલૂન (સ્ટેન્ટ)નું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કરતા સંદિપભાઈ જણાવે છે કે, હું ગત તા.૧૫ જુલાઈના રોજ ધારી એક જાહેર કાર્યક્રમમાં હતો, દરમિયાન મને અચાનક બેચેની અનુભવાઈ, અમે વાહનમાં અમરેલી આવવા નીકળ્યા હતા, અમરેલી સ્થિત હૉસ્પિટલમાં પહોંચતા તબીબોએ મારા રિપોર્ટ કર્યા હતા.

મને હાર્ટ એટેક આવ્યા એ દરમિયાન હું ઈસીજી સહિતના રિપોર્ટ લઈને ખાનગી હૉસ્પિટલમાં પહોંચ્યો હતો. પ્રાથમિક સારવાર બાદ મારી એન્જિયોગ્રાફી થતાં બે નળી બ્લોક હોવાનું ધ્યાને આવ્યું હતું. મારી આ બાબતે તપાસ થઈ એ પછી તબીબોએ મને કહ્યુ હતુ તે મુજબ, ”મારી એક નસ ૯૫ ટકા બ્લોક હતી અને બીજી નસ ૭૦ થી ૮૦ ટકા બ્લોક હતી. મને બલૂન પ્રત્યાર્પણ કરવા માટે તબીબોએ જણાવ્યુ હતુ. જો કે, મારી પાસે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી શરૂ થયેલી આયુષ્યમાન ભારત યોજનાનું ‘આયુષ્યમાન કાર્ડ’ હતું.

તબીબોએ આ કાર્ડની મદદથી મારું ઓપરેશન કર્યુ અને કુલ રુ.૧,૩૮,૦૦૦ના ખર્ચનું ઓપરેશન નિ:શુલ્ક થયું હતું. આયુષ્યમાન કાર્ડના કારણે મને નવજીવન મળતા હું અને મારો પરિવાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય વિભાગનો આભાર માનીએ છીએ. જાળિયાના લાભાર્થી સંદિપભાઈ સોલંકી કન્સ્ટ્રક્શન કામ કરે છે અને પરિવાર સાથે રહે છે. આયુષ્યમાન કાર્ડ દેશના નાગરિકો માટે આશિર્વાદ છે. આ કાર્ડ ધારકોને રુ.૦૬ લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા લાભાર્થીઓને રુ. ૦૫ લાખ સુધીના ખર્ચની તબીબી સેવા નિ:શુલ્ક મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/