fbpx
અમરેલી

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ગુનાની વિગત : સંદીપભાઇ અરજણભાઇ વણજારા , ઉ.વ – રર , ધંધો – હીરા ઘસવાનો , રહે- રાજપરા , તા.વિસાવદર , જિ – જુનાગઢનાઓએ ફરિયાદ લખાવેલ કે , પોતાને નીરૂબેન માયાભાઇ બગડા , રહે . નવા આગરીયા વાળી સાથે એક વર્ષથી પ્રેમસંબંધ હોય અને બન્ને ઘરેથી નીકળી પોતાના માસાના ઘરે આવેલ હોય , જેથી નીરૂબેન બગડાના ભાઇ નરેશભાઇ બગડા , રહે.નવા આગરીયા , તા.રાજુલા વાળા તથા તેની સાથેના ત્રણ અજાણ્યા માણસોએ પોતાનો સમાન ઇરાદો પાર પાડવા , ગુનાહિત કાવત્રુ રચી , વર્ના ફોરવ્હીલ ગાડી નં . GJ – 16 AA – 9003 તથા એક અલ્ટો ફોરવ્હીલ ગાડીમાં પોતાના માસાના ઘર નજીક આવી , પોતાને તથા નીરૂબેન બગડાને બળજબરીથી અલગ – અલગ ફોરવ્હીલમાં બેસાડી પોતાનું તથા સાહેદ નીરૂબેનનું અપહરણ કરી , લઇ જઇ , પોતાને રસ્તામાં માર મારી , મારી નાખવાની ધમકી આપી , ગાળો આપી , રસ્તામાં ફોરવ્હીલમાંથી નીચે ઉતારી દઇ , ગુનો કરવામાં એક – બીજાની મદદગારી કરી , ગુન્હો કર્યા વિ . બાબતે ફરિયાદ લખાવતાં , અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં અમરેલી તાલુકા પો.સ્ટે . એ.પાર્ટ . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૩/૨૦૨૨ ઇ.પી.કો. કલમ ૩૬૫ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૨૦ બી , ૩૪ , ૧૧૪ મુજબ ગુનો નોંધાયેલ હતો .

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં આ પ્રકારના ગંભીર ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ .

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી તાલુકા પો.સ્ટે . એ પાર્ટ . ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૩૩/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૬૫ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) , ૧૨૦ બી , ૩૪ , ૧૧૪ મુજબના કામે આરોપીઓને ભોગ બનનાર યુવતી સાથે ગઇકાલ તા .૦૨ / ૦૯ / ૨૦૨૨ ના રોજ અમરેલી , સાવરકુંડલા બાયપાસ રોડ ઉપરથી ફોરવ્હીલ કાર સાથે પકડી પાડી , પકડાયેલ આરોપીઓ તથા ભોગ બનનારને આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી રૂરલ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે .

પકડાયેલ આરોપીની વિગતઃ ( ૧ ) નરેશ ઉર્ફે ઘો કેશુભાઇ ઘાખડા , ઉ.વ .૨૮ , રહે.વડલી , તા.રાજુલા , જિ.અમરેલી . ( ર ) નાગજી હરજીભાઇ બાબરીયા , ઉ.વ .૩૦ , રહે.વડલી , તા.રાજુલા , જિ.અમરેલી , ( ૩ ) દિનેશ નાનજીભાઇ બાબરીયા , ઉ.વ .૩૫ , રહે.વડલી , તા.રાજુલા , જિ.અમરેલી . ( ૪ ) દેવકુ ગભાભાઇ વરૂ , ઉ.વ .૩૫ , રહે.સમઢીયાળા ( નેસડી ) , તા.ખાંભા , જિ.અમરેલી .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી વી . બી . દેસાઇ તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/