fbpx
અમરેલી

લીલીયાની ક્રાંકચ કન્યા શાળાનાં શિક્ષક પ્રકાશકુમાર સોલંકીને તાલુકા કક્ષા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરાયો

5મી સપ્ટેમ્બર, 2022 નાં રોજ શિક્ષક દિવસ નિમિતે જીલ્લા શિક્ષણાધિકારી કચેરી અમરેલી દ્રારા જીલ્લા તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યુ. જેમાં 9 શિક્ષકોને તાલુકા શ્રેષ્ઠ શિક્ષક તરીકે તથા 3 શિક્ષકોને જીલ્લા શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારિતોષિક આપી સન્માનિત કરવામાં આવ્યાં. આ આયોજન ઓક્સફર્ડ સ્કુલ ઓફ સાયન્સ, કેરિયા રોડ, અમરેલી ખાતે કરવામાં આવ્યુ હતુ.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના માન.રાજય કક્ષાના મંત્રીશ્રી આર.સી મકવાણા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત તથા સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, અમરેલી સવિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત શ્રીમતી રેખાબેન મોવાલિયા, પ્રમુખશ્રી જીલ્લા પંચાયત અમરેલી, ચેરમેનશ્રી વિપુલભાઈ દૂધાત, જીલ્લા શિક્ષણ સમિતિ, અમરેલી, ચેરમેનશ્રી તુષારભાઈ જોશી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમરેલી, કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ, અમરેલી, લતાબેન ઉપાધ્યાય જીલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમરેલી, સોલંકી સાહેબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અમરેલી, દક્ષાબેન પાઠક પ્રાચાર્ય જીલ્લા શિક્ષણ તાલીમ ભવન અમરેલી, તથા વિવિધ શિક્ષક સંઘોનાં પ્રમુખ તથા મહામંત્રીશ્રીઓની ઉપસ્થિતી વચ્ચે જીલ્લા/તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યુ હતુ.

જેમાં લીલીયા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે ક્રાંકચ કન્યા શાળામાં કાર્યરત ગણિત/વિજ્ઞાન વિષયના શિક્ષક સોલંકી પ્રકાશકુમારની પસંદગી કરવામાં આવી. તેઓ તાલુકા, જીલ્લા તથા રાજય કક્ષા સુધીનાં શિક્ષણ વિભાગના વિવિધ શૈક્ષણિક કાર્યોમાં ખંતપૂર્વક સદાય કાર્યરત હોય છે. બાળકો માટે શિક્ષણ પદ્ધતિમાં હમેશા નવીનતા લાવવાનાં તેમનાં પ્રયાસો તેમને વિશેષ શિક્ષક તરીકેની અલગ ઓળખ આપે છે. પ્રકાશકુમાર સોલંકી આ પહેલા પણ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષણમાં નવાચર માટે ટીચર ઇનોવેશન એવોર્ડ પ્રાપ્ત કરી ચુક્યા છે તથા રાજુલા તાલુકામાં પોતાની ફરજ દરમ્યાન જ્યારે તેઓ બુથ લેવલ અધીકારી તરીકે ફરજ નિયુક્ત હતા ત્યારે પણ તાલુકા કક્ષાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. તરીકે મામલતદાર કચેરી, રાજુલા દ્રારા સન્માન પ્રાપ્ત કરી ચુક્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/