fbpx
અમરેલી

અનુકંપા ટ્રસ્ટ અમરેલી જીલ્લામાં ”ભાંગ્યાના ભેરૂ” જેવું સેવા કાર્ય કરી રહયું છે – મંત્રી આર.સી. મકવાણા

અમરેલીમાં કોરોનાના કપરાં કાળથી સેવા કાર્યમાં સક્રિય અમરેલી માર્કેટ યાર્ડના સુકાની પી. પી. સોજીત્રા અને જાણીતા સર્જન ડો. ભરત કાનાબારની જોડી દ્ધારા અવિરત પણે લોકકલ્યાણના કાર્યો કરવામાં આવી રહયા છે. તા. ૧૧ સપ્ટેમ્બર, અનુકંપા ટ્રસ્ટના માધ્યમથી અમરેલીની ગંગાસ્વરૂપ વિધવા બહેનોને કીટ
આપવાનો એક કાર્યક્રમ, કેન્દ્રીય મંત્રીશ્રી પરશોત્તમભાઈ રૂપાલા તથા ગુજરાત રાજયના મંત્રીશ્રી આર. સી. મકવાણાની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ જેમાં ૮૦ કીલો વજનની પ્રત્યેક કીટ નિસહાય બહેનોને આપવામાં આવી હતી. આ કીટમાં ત્રણ વ્યકિતના પરિવારને ૪ મહિના સુધી ચાલે તેટલું રાશન અને જીવનજરૂરીયાતની અનેક ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગપતિ અને અમરેલીને મેડીકલ કોલેજ આપનાર વસંતભાઈ ગજેરા તથા અમરેલી જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા પણ ઉપસ્થિત રહયા હતા.


આ પુણ્ય કાર્ય માટે ટ્રસ્ટને તેના ટ્રસ્ટીઓ ઉપરાંત અગ્રણી બિલ્ડર ભાવિનભાઈ સોજીત્રા, જીતભાઈ દેસાઈ, જીતુભાઈ ગોળવાળા, ભાવેશભાઈ આડતીયા, કેતનભાઈ સોની (નિલકંઠ જવેલર્સ), ડો. બી. કે. મહેતા, કમલેશભાઈ ગરાણીયા, પ્રકાશભાઈ કાનાબાર, પ્રફુલભાઈ બાંટવીયા, જગદિશભાઈ સેલાણી, બીપીનભાઈ ગાંધી, પ્રિન્સીપાલ એચ. એલ. પટેલ સાહેબ, હિતેષભાઈ ચંદારાણા, હેમાંગભાઈ ગઢીયા, ભવનેશભાઈ પરીખ, તેજસભાઈ દેસાઈ, ભાસ્કરભાઈ જોબનપુત્રા, અમિતભાઈ કાકડીયા, હિંમતભાઈ સરખેદી, ક્રિષ્ના કીરાણા સ્ટોર્સ, કે.કે. મિશ્રા, મકવાણાભાઈ, મુકુંદભાઈ મહેતા, ડો. ચંદ્રેશભાઈ ખુંટ, ડો. પીયુષભાઈ ગોસાઈ, ડો. પી. પી. પંચાલ, ચકાભાઈ ભેળવાળા, તુલસીભાઈ મકવાણા, કે.પી. ભડકોલીયા, રોયલ બેસનવાળા નીરવભાઈ, રાજુભાઈ કામદાર, ડો. ભાવેશ મહેતા, ભગીરથભાઈ સોઢા વિગેરે તરફથી ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો હતો.


યોગ્ય લાભાર્થીઓને શોધવા તથા તેમની ચકાસણી કરવાનું કઠીન કામ નયન જોષી (બેદી), મકવાણાભાઈ, વિપુલભાઈ ભટૃી તથા ભાર્ગવભાઈ કારીયાએ કર્યુ હતું. કીટ વિતરણના કાર્યક્રમને સફળ બનાવવા, એડવોકેટ ચેતનભાઈ રાવળ, હરેશભાઈ સાદરાણી, મધુભાઈ આજુગીયા, દીપકભાઈ વઘાસીયા, લાલભાઈ જોષી અને અજમેરા ટ્રસ્ટના કાનાભાઈએ ખુબ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/