fbpx
અમરેલી

અમરેલી હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ નું ત્રીજું ચરણ સફળતાપૂર્વક પુર્ણ કરતું અમરેલી જીલ્લા આરોગ્ય તંત્ર

TAS-3 હેઠળ જિલ્લાની ૧૦  ટીમો દ્વારા કુલ ૧૭૧૯  બાળકો ના ફાયલેરીયા ટેસ્ટ કરાયા  તમામ નેગેટીવસરકારશ્રીના હાથીપગા નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એચ.પટેલ તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી  ડો.આર.કે.જાટના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના તમામ તાલુકાની સૉફ્ટવેર દ્વારા પસંદગી પામેલ ૩૪ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતાં ધોરણ ૧ તથા ૨ ના કુલ ૧૭૧૯ બાળકો ની ખાસ કીટ દ્વારા લોહીની તપાસ કરવામાં આવેલ-જેમાં તમામ બાળકોના રિપોર્ટ નેગેટીવ જણાયેલ છે. ખાસ કરીને દરીયાકાંઠા ના વિસ્તારોમાં જોવા મળતા હાથીપગાના રોગ થી દર્દીને કાયમી અપંગતા આવી શકે છે અને તેની કોઈ સારવાર ઉપલબ્ધ નથી.જેથી આ રોગના નિર્મૂલન માટે સમગ્ર જનસમુદાય ને એક સાથે દવા વિતરણ (માસ ડ્રગ એડમીનિટ્રેશન) કરવામાં આવેલ, ત્યારબાદ દરવર્ષે નાઈટ બ્લડ સર્વેલન્સ પણ કરવામાં આવેલ છે.આ તમામ પ્રવૃતિ માં અમરેલી જીલ્લામાં કોઈ નવો દર્દી મળેલ નથી.તેમ છતાં રોગ નિયંત્રણ ના ભારત સરકાર ના કાર્યક્રમ તરીકે આ પ્રકાર નું ટ્રાન્સમિશન એસેસમેન્ટ સર્વે અગાઉ ના વર્ષોમાં બે વખત કરેલ છે.અને આ વરસે પણ આ સેમ્પલ સર્વે માં કોઈ પોજીટીવ મળેલ નથી .હાથીપગો મચ્છર દ્વારા ફેલાતો રોગ હોઈ મચ્છર ઉત્પતિ અટકાવવા તમામ સ્તરે જાગૃતિ કેળવવા અમરેલી આરોગ્ય તંત્ર અનુરોધ કરે છે .હાથીપગા નિર્મુલન ના આ ત્રીજા ચરણ ને સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ આ કામગીરી કરનાર જિલ્લાની ૧૦ ટીમોના મેડિકલ ઓફિસરશ્રીઓ,લેબોરેટરી ટેક્નિશિયનશ્રીઓ તથા સી.એચ.ઓ.શ્રીઓ અને આ કામગીરી માં સાથ સહકાર આપનાર તમામ આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ નો મેલેરીયા શાખા,જિલ્લા પંચાયત અમરેલી આભાર વ્યક્ત કરે છે જિલ્લા મેલેરીયા અધિકારી જિલ્લા પંચાયત-અમરેલી ની યાદી માં જણાવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/