fbpx
અમરેલી

આ ભાજપ સરકારે ર૦૧૭માં લોન્ચ કરેલ સ્ટુડન્ટ ટેબલેટ યોજના તલે ચડાવી દીધી : પરેશ ધાનાણી

ધો.૧૦–૧ર પછીના ડિગ્રી –ડિપ્લોમાં કોલેજો અને અન્ય તમામ વોકેશનલ–પ્રોફેશનલ કોસીસની કોલેજોના પ્રથમ વર્ષના વિધ્યાર્થીઓને એક હજાર રૂપિયામાં ટેબલેટ આપવાની સરકારની ર૦૦ કરોડ રૂપિયાની યોજના અંતર્ગત ર૦૧૯–ર૦ ના બાકી રહેલા પ૦ હજારથી વધુ વિધ્યાર્થીઓને થોડા સમય પહેલા ટેબલેટ અપાયા બાદ હજુ પણ ર૦ર૦–ર૧ અને ર૦ર૧–રર એમ બે વર્ષના ચાર લાખથી વધુ વિધ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી છે. કોરોના બાદ બે વર્ષથી ટેબલેટ યોજના વિલંબીત થઈ રહી છે, ત્યારે હાલ એવી પરિસ્થતી છે અને આગળ પણ એવી જ પરિસ્થિતિ રહેશે કે વિધ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ગયા બાદ તેઓને ટેબલેટ મળશે. આ ભાજપ સરકારે ર૦૧૭ માં લોન્ચ કરેલી સ્ટુડન્ટ ટેબલેટ યોજના અંતર્ગત દર વર્ષે બજેટમાં ર૦૦ થી ૩૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે અને જેમા બે વર્ષ ટેબલેટ વિતરણ થયા બાદ ર૦૧૯–ર૦ માં એક લાખ થી વધુ વિધ્યાર્થીઓને જાન્યુઆરી ર૦ર૦ માં ટેબલેટ વિતરણ કરી દેવાયા હતા પરંતું ત્યારબાદ માર્ચમાં કોરોનાની મહામારી જાહેર થતા ટેબલેટ વિતરણ અટકયું હતું અને સોૈથી મોટી સમસ્યા ટેબલેટ બનાવનાર કંપનીને લઈને ઉભી થઈ હતી.

અગાઉ ચાઈનીઝ કંપનીના ટેબલેટ અપતા હતા અને કોરોનામાં ચાઈનીઝ કંપનીના ટેબલેટને લઈને વિવાદ ઉભો થતા ઈન્ડિન કંપનીને કોન્ટ્રાકટ આપવાનું નકકી થયું હતું પરંતુ ઈન્ડિય કંપનીને અપાયેલા મોટા ઓર્ડર સમયસર ટેબલેટ મળી શકે તેમ નથી. ટેબલેટના સેમ્પલ ટેસ્ટિંગમાં જ ઘણો સમય જતો રહયો હતો અને છેલ્લે કંપની તરફથી પ૦ હજાર ટેબલેટ મળતા ર૦૧૯–ર૦ ના બાકી રહેલા વિધ્યાર્થીઓને થોડા સમય પહેલા જ સરકાર દ્રારા ટેબલેટ વિતરણ કરવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ ર૦ર૦–ર૧ અને ર૦ર૦–રર એમ બે વર્ષના લાખો વિધ્યાર્થીઓને ટેબલેટ આપવાના બાકી છે.કંપનીને ઓર્ડર અપાયો છે તેના દ્રારા છેલ્લે અપાયેલા ટેબલેટનું સેમ્પલ ટેસ્ટિંગ હાલ પ્રક્રિયામાં છે અને જે ફાઈનલ થયા બાદ વિતરણ થશે.

વર્ષ ર૦ર૦–ર૧ અને ર૦ર૧–રર ના ચાર લાખથી વધુ વિધ્યાર્થીઓને ટેબલેટ માટેનું રજીસ્ટે્રશન હજુ થયુ નથી ત્યારે ટેબલેટ કયારે મળશે તે માટે પ્રશ્ન છે ર૦ર૦–ર૧ માં પ્રવેશ લેનારા વિધ્યાર્થીઓને અભ્યાસ પણ ચાલુ વર્ષે એપ્રિલમાં પૂર્ણ થઈ જશે અને તે પહેલા તમામ વિધ્યાર્થીઓને ટેબલેટ મળી જશે કે નહી ? અગાઉ ર૦૧૯–ર૦ ના વિધ્યાર્થીઓને ત્રણ વર્ષનો અભ્યાસ પૂર્ણ થયા બાદ થોડા સમય પહેલા જ તેઓને ટેબલેટ મળ્યા હતા.

જયારે આ વર્ષે ર૦રર–ર૩ ના શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ લેનાર વિધ્યાર્થીઓને તો વારો કયારે આવશે ? આમ બે વર્ષથી ટેબલેટની યોજના આ ભાજપ સરકારે તલે ચડાવી દીધી છે, અને સરકાર દ્રારા બજેટમાં ર૦૦ કરોડ ફાળવવામાં આવે છે પરંતુ અમલ કયારે ? આ વર્ષે પણ બજેટમાં ર૦૦ કરોડ રૂપિયા ટેબલેટ માટે ફાળવ્યા છે, તો પણ આ ભાજપ સરકારે વિધ્યાર્થીઓને ટેબલેટ આપ્યા નથી આથી તાત્કાલીક વિધ્યાર્થીઓને ટેબલેટ આપવાની રજુઆત ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/