fbpx
અમરેલી

ટેકાના ભાવથી મગફળી ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા નારણભાઈ કાછડીયાએ રજૂઆત કરી

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા દ્વારા અમરેલી જીલ્લામાં ખેડૂતોના હિતાથેૅ ટેકાના ભાવથી મગફળી ખરીદીની ઓનલાઈન નોંધણી પ્રક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા બાબતે ગત તા. ૦૩ ઓકટોબર, ર૦રરના રોજ ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને રૂબરૂ મળી રજૂઆત કરવામાં આવેલ છે. આ તકે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવેલ છે કે, સરકારશ્રી તરફથી આગામી સિઝનમાં ટેકાના ભાવથી મગફળી ખરીદવાની કરવામાં આવેલ જાહેરાતના અનુસંધાને મગફળી વેચવા માટેની ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા તા. રપ/૦૯/ર૦રર થી ચાલુ થયેલ છે. પરંતુ હાલ જીલ્લામાં વિલેજ સાહસીક એમ્પ્લોય (વી.સી.ઈ.)ની હડતાલના હોવાના કારણે જીલ્લાના ખેડૂતો ઓનલાઈન રજીસ્ટે્રશન કરાવી શકતા નથી.

તેથી આ અંગે વૈકલ્પિક રસ્તો કરવા માટે રજૂઆત કરતા માન. મંત્રી શ્રી રાઘવજીભાઈ દ્વારા જીલ્લા કલેકટરશ્રી સાથે ટેલીફોનીક વાત કરી અમરેલી જીલ્લામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે તાત્કાલીક નવા ઓપરેટસૅને આઈ.ડી./પાસવડૅ આપી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરવામાં આવેલ છે. સાંસદશ્રીએ વધુમાં જણાવેલ છેે કે, આ ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા આગામી તા. ૧૦/૧૧/ર૦રર સુધી ચાલુ રહેવાની હોવાથી જીલ્લાના તમામ ખેડૂતોની સોએ સો ટકા મગફળીની રૂા. ૧૧૭૦ ના ભાવ લેખે ખરીદી સરકારશ્રી દ્વારા કરવામાં આવશે તેથી અમરેલી જીલ્લાના ખેડૂતોએ બીલકુલ ગભરાવાની કે પેનીક થવાની જરૂર નથી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/