fbpx
અમરેલી

જાહેર તથા ખાનગી મિલ્કતોના બગાડ પર પ્રતિબંધ

અમરેલી જિલ્લાની તમામ વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણીનું મતદાન તા. ૦૧ ડિસેમ્બર,૨૦૨૨ના રોજ યોજાશે. ભારતના ચૂંટણી આયોગ તરફથી આદર્શ આચારસંહિતા બહાર પાડવામાં આવી છે. આ આદર્શ આચારસંહિતાનો અમલ ચૂસ્તપણે તમામ રાજકીય પક્ષો અને ચૂંટણી લડતા ઉમેદવારો, કાર્યકરોએ કરવાનો હોય છે. મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આ આદર્શ આચારસંહિતા અમલી છે. આ અનુસંધાને જ્યાં મિલ્કતોના બગાડ પર પ્રતિબંધ અંગે સ્થાનિક કાયદો નથી, ત્યાં પણ કોઈપણ પ્રકારનો કાયમી કે અર્ધકાયમી બગાડ ખાનગી મિલ્કતો પર થઈ શકતો નથી.

ઉપરાંત ખાનગી માલિક મંજૂરી આપે તો પણ આવો કાયમી કે અર્ધકાયમી બગાડ થઈ શકતો નથી તેમજ હંગામી કે સરળતાથી હટાવી શકાય તે દૂર કરી શકાય તેવી જાહેરાત જેમ કે, ફ્લેગ, બેનર્સ વિગેરે ખાનગી માલિકની સહમતિથી અને તેની સ્વૈચ્છિક ઇચ્છાથી જ મૂકી શકાશે. સ્વૈચ્છિક પરવાનગી લેખિતમાં મેળવવાની રહેશે તથા તેની પ્રમાણિત નકલ સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીને મોડામાં મોડી ૩ દિવસમાં આપવાની રહેશે.

સરકારી કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે, સરકારશ્રીનો જેમાં હિસ્સો સમાયેલ હોય  તેવા કોઈપણ મકાનો, ભવનો, કમ્પાઉન્ડ વોલ પર ચૂંટણીલક્ષી કોઈપણ પ્રકારની જાહેરાત કે,પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં કે, તેવી જમીનમાં બોર્ડ, હોર્ડિંગ્સ મૂકી શકાશે નહીં પરંતું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના આ અંગેના નિયમો હોય તો તે નિયમોનું નિયમાનુસાર પાલન કરવાનું રહેશે અને આ બાબતે પૂર્વ લેખિત મંજૂરી પણ લેવાની રહેશે.

જાહેર સ્થળોએ જાહેરાતો પ્રદર્શિત કરવા માટે ખાસ નક્કી કરવામાં આવેલી જગ્યા કે જે કોઈ એજન્સીને ભાડે અપાયેલ હોય તેવી જગ્યાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને તે જગ્યાનો ચૂંટણી સંબંધી જાહેરાત માટે સરખી તકોથી ઉપયોગ કરી શકાશે એવું જાહેરનામુ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (વર્ષ ૧૯૭૪નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪ અન્વયે જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરનામું ચૂંટણી પ્રક્રિયા તા.૧૦ ડિસેમ્બર, ૨૦૨૨ પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે ઉપરાંત હુકમનો ભંગ કરનાર ધી ઇન્ડિયન પીનલ કોડની કલમ-૧૮૮ હેઠળ સજાને પાત્ર થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/