fbpx
અમરેલી

શેત્રુંજી નદી માંથી રેતી ઉપાડવાની લીઝો ટુંક સમયમાંમાં શરૂ કરાવતા : પરેશ ધાનાણી

અમરેલીની બાજુમાં શેત્રુંજી નદી આવેલ છે. આ નદીમાં ચોમાસામાં ભારે પૂર આવે છે, સાથો સાથ રેતીનો પણ ભરાવો થાય છે અને નદી બારેમાસ ચાલુ રહેતી હોવાથી સતત રેતીની પણ આવક રહે છે, જેના હિસાબી નદીની આજુબાજુ કાંઠા વિસ્તારમાં તથા નદીના મધ્ય ભાગમાં રેતીનો ખૂબ જ ભરાવો થાય છે, જેના કારણે નદીની ઉંડાઈ ખુબ જ ઘટી ગયેલ છે. ર૦૧પ માં પૂર હોનારત સમયે રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળેલ જેના હિસાબે જાનમાલને ખૂબ જ નુકશાન થયેલ તથા ખેતરોમાં પાણી ફરી વળતા જમીનની ફળદ્વુપતા નાશ પામેલ હતી. ભવિષ્યમાં આવી હોનારત થતી અટકાવવા માટે તાત્કાલીક ધોરણે આ નદીમાંથી રેતી કાઢવાની ખાસ જરૂરીયાત છે. કારણ કે, રેતીના કારણે પાણીની સંગ્રહ શકિત ઘટી ગયેલ છે.

જેથી નદીમાંથી કાયદેસર રીતે રેતી ઉપાડવાની સરકારશ્રી દ્વારા મંજૂરી આપવામાં આવે તો નદીની ઉંડાઈ વધશે અને પાણીનું વહેણ પણ ઉડું થશે અને પાણીની ક્ષમતામાં વધારો થશે. ઉપરાંત સરકારશ્રીને ખનીજ રોયલ્ટીની આવક પણ થશે.ર૦૧પ માં આવેલ શેત્રુંજી નદી પરના જળ હોનારતના કારણે નદી કાંઠે વસતા ૧૦ સિંહોના મૃત્યુ થયેલા અને તેના મ૬૩ઘઠસતદેહો મળેલા ઉપરાંત ૩૦ થી ૩પ સિંહો ગુમ થયેલા જેના આજસુધી મૃતદેહ પણ મળ્યા નથી ઉપરાંત ઘણા નદી કાંઠે વસવાટ કરતા વન્ય પ્રાણીઓ અને ગાયો,ભેંસો,રોઝડા,ઘેંટા,બકરા અને અન્ય વન્ય જીવો મોટા પ્રમાણમાં શેત્રુંજી નદીના પુરમાં તણાય જવાથી મૃત્યુ થયેલ જેથી ઈકો સેન્સીટીવ ઝોનનો મુખ્ય હેતુ વન્ય પ્રાણીઓને સુરક્ષા પ્રદાન કરવાનો હોય નદી માથી માત્ર રેતીનું ડીસિ૬ત્સિટીંગ કરવાની પરમીશન આપવામાં આવે તો પણ વન્ય પ્રાણીઓને પુર જેવા હોનારતના સમયમાં વધુ સુરક્ષીત રાખી શકાય.

હાલમાં આ નદીમાંથી રેતી ઉપાડવાનું સરકારશ્રીનું બાન હોય જેના કારણે બાંધકામનો વ્યવસાય પણ અટકી ગયેલ છે, અને આ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો કારીગરો,મજૂરોને મળતી રોજગારી બંધ થયેલ છે. અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ વિધાનસભા સત્રમાં તથા અવાર –નવાર સરકારમાં પત્ર લખી રેતી ઉપાડવાની પરવાનગી માટે રજુઆત કરેલ છે જેની પરિણામ સ્વરૂપે ૪૩ પૈકીની રેતી ખનીજ કવોરી પરમીટો મંજુર થઈ છે, રેતીની રોયલ્ટીની આવકમાંથી ૯પ% જેટલી રકમ જીલ્લા પંચાયતને ગ્રાન્ટ ઈન એઈડ તરીકે ફાળવવામાં આવશે. અને લોકો દ્વારા ખર્ચવામાં આવેલ આવેલ નાણા લોકોના વિકાસ લક્ષી કામ સ્વરૂપે લોકોને પ્રાપ્ત થાય અને અન્ય સુવિધાઓ પ્રાપ્ત થાય.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/