fbpx
અમરેલી

અમરેલી સ્થિત તાલુકા પંચાયત ગોડાઉન ખાતે સફાઈ કામગીરી શરુ કરવામાં આવી

શહેરના હાર્દસમા રાજમહેલ કમ્પાઉન્ડ વિસ્તાર એ આગવો વારસો અને ગૌરવ ધરાવે છે. રાજમહેલ કમ્પાઉન્ડ વિસ્તારમાં મોટા ભાગની સરકારી કચેરીઓ આવેલી છે. આ વિસ્તારમાં યોગ્ય સફાઈ અને સ્વચ્છતા જાળવવામાં આવે તો શહેરની રોનકમાં વધારો થાય તેમ છે. સકારાત્મક વિચાર અને પ્રયાસો થકી શું થઈ શકે તેનું ઉદાહરણ આજે રજાના દિવસે પણ જોવા મળ્યું હતું.

    અમરેલી સ્થિત જિલ્લા માહિતી કચેરીની બાજુમાં આવેલા તાલુકા પંચાયત ગોડાઉન ખાતે આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચનાથી સફાઈ કામગીરી શરુ કરવામાં આવી હતી. આ જગ્યાની યોગ્ય સફાઈ અને જાળવણી માટે જિલ્લા માહિતી કચેરીના નાયબ માહિતી નિયામક દ્વારા જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

    જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે સંવેદનશીલતા માટે પંચાયતના કર્મચારીઓ અને અરજદારોમાં વ્યાપક ચાહના મેળવી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ તેમના વ્યવહારુઅને સકારાત્મક અભિગમ સાથે જનમદદના હિમાયતી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના થતાં રવિવારના રજાના દિવસે પણ અમરેલી ખાતેના આ તાલુકા પંચાયત ગોડાઉન ખાતે સફાઈ કામગીરી શરુ કરવામાં આવી હતી. સ્વચ્છતાના આગ્રહ થકી આરોગ્યલક્ષી સાવચેતીના આગોતરા પગલાં લેવામાં આવે છે. સ્વચ્છતા થકી સ્વાસ્થ્યની સાથે ઉંમરને પણ ફાયદો થાય છે. પૂ.બાપુના સ્વચ્છતાના મંત્રને અનુસરી દરેક નાગરિક દેશ પ્રત્યે પોતાનું ઋણ ચૂકવી શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/