fbpx
અમરેલી

અમરેલીમાં મતદાન માટે ફરજ બજાવનારા અધિકારીશ્રીઓ-કર્મચારીઓને ઈ.વી.એમ. અને વી.વી.પી.એ.ટી. મશીન સોંપવામાં આવ્યા

જ્યમાં યોજાનારી વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાના મતદાનમાં સમાવિષ્ટ અમરેલી જિલ્લામાં ચૂંટણી દરમિયાન મતદાન મથકો પર ફરજ બજાવનાર અધિકારીશ્રીઓ-કર્મચારીઓને  આજરોજ તા.૩૦ નવેમ્બર, ૨૦૨૨ના રોજ તેમની ચૂંટણી ફરજ માટેના ઈ.વી.એમ. અને વી.વી.પી.એ.ટી. મશીન સોંપવામાં આવ્યા હતા. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીશ્રી વિજય પટણી, ચૂંટણી અધિકારીશ્રી ૯૫-અમરેલી-કુંકાવાવ-વડીયા વિધાનસભા ચૂંટણી અધિકારીશ્રી દેસાઈની ઉપસ્થિતિમાં આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે ઉચ્ચ અધિકારીશ્રીઓના હસ્તે ઈકો ફ્રેન્ડલી મતદાન મથક કુંકાવાવના તાલાળી પ્રિસાઈડીંગ અધિકારીશ્રી તથા સ્ટાફને મતદાન સામગ્રી ફાળવવામાં આવી હતી. અમરેલી જિલ્લામાં આવતીકાલે ગુરુવારે તા.૦૧ ડિસેમ્બરના રોજ જિલ્લાના કુલ ૧,૪૧૨ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ મતદાન મથકોમાં ૯૪-ધારી-બગસરા-ખાંભા વિધાનસભામાં કુલ ૨૭૨ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

૯૫- અમરેલી-કુંકાવાવ-વડીયા વિધાનસભા બેઠક પર કુલ ૩૦૧ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ૯૬-લાઠી-બાબરા વિધાનસભા બેઠક પર ૨૪૦ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે ૯૭- સાવરકુંડલા-લીલીયા મતદાન મથકો પર ૨૯૬ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જ્યારે ૯૮- રાજુલા-જાફરાબાદ વિધાનસભા બેઠકમાં ૩૦૩ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જિલ્લામાં કુલ ૮૫૫ સ્થળો પર ૧,૪૧૨ મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ની સમગ્ર દરમિયાન ૩,૮૯૦ મહિલા તથા ૩,૭૪૫ પુરુષો મળીને કુલ ૭,૭૨૫ અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ વિધાનસભા સામાન્ય ચૂંટણીલક્ષી ફરજ બજાવી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/