fbpx
અમરેલી

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે ગ્રામીણ પરંપરાગત થીમ આધારિત આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું

વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને લઈ આજરોજ પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. અમરેલી જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે. ૯૫-અમરેલી વિધાનસભા મતદાર વિભાગમાં અલગ અલગ જગ્યાએ સ્પેશિયલ મતદાન મથકો પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા બનાવવામાં આવ્યા છે. વધુમાં વધુ લોકો મતદાન કરે તે ઉપરાંત લોકો પોતાના મતાધિકાર દ્વારા લોકશાહીને વધુ સશક્ત બનાવવામાં સહભાગી બને તેવા ઉમદા ઉદ્દેશથી ચૂંટણીતંત્ર દ્વારા અનેક સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અમરેલી સ્થિત કમાણી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે ગ્રામીણ પરંપરાગત થીમ આધારિત આદર્શ મતદાન મથક બનાવવામાં આવ્યું છે.

જ્યાં વિવિધ પ્રકારની સુવિધાઓ જેવી કે, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, સેનિટેશન ઉપરાંત ડેડિકેટેડ બેઠક વ્યવસ્થા પણ મતદારો માટે ઉભી કરવામાં આવી છે. સમગ્ર મતદાન મથકને ગ્રામીણ પરંપરાગત થીમ આધારિત લુક આપવામાં આવ્યો છે, જે મતદારોમાં અનેરું આકર્ષણ ઉભું કરે છે. ફૂલોની સજાવટ સાથે ગ્રામીણ પરંપરાગત તોરણોની સજાવટ, ફૂલોની રંગોળી અને પરંપરાગત વસ્તુઓનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. મતદાન માટે આવતા તમામ મતદાતાઓનું ઢોલથી સ્વાગત કરીને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમને આવકાર આપવામાં આવી રહ્યો છે. લોકશાહીના આ અનેરા અવસરે લોકો વધુમાં વધુ મતદાન કરે તેવા તમામ પ્રયત્નો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/