fbpx
અમરેલી

સાવરકુંડલાના ખોડિયાણા ખાતે ૬ ઓગસ્ટે અને ભમ્મર ખાતે ૩ સપ્ટેમ્બરે ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજાશે  

રાજ્યના વહીવટમાં પારદર્શિતામાં ઉમેરો કરવા રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ નિર્ણયો લેવામાં આવ્યા છે. પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોનો ઝડપથી નિકાલ થાય તે માટે તાલુકા કક્ષાએ ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવતા શહેરી – ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોના પ્રશ્નોનું સ્થળ પર નિવારણ કરવામાં આવે છે. નાગરિકોને સ્થળ પર વિવિધ કચેરી સંબંધિત કામગીરી અને અરજીઓ માટે ત્વરિત નિવારણ મળી રહે તે માટે રાજ્ય સરકારનો, સરકાર નાગરિકોના દ્વારનો અભિગમ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સેવા સેતુની આ કડીના ભાગરૂપે ‘સેવા સેતુ’ કાર્યક્રમનો આઠમો તબક્કો યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

       આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ‘સેવા સેતુ’ કાર્યક્રમના આઠમાં તબક્કા હેઠળ આગામી ૦૬-૦૮-૨૦૨૨ના રોજ ખોડિયાણા પ્રાથમિક શાળા ખાતે તથા તા. ૦૩-૦૯-૨૦૨૨ના રોજ ભમ્મર પ્રાથમિક શાળા ખાતે સવારે ૯.૦૦થી ૫.૦૦ વાગ્યા સુધી યોજાશે. મામલતદારશ્રી સાવરકુંડલા દ્વારા આ કાર્યક્રમમાં ગામના વધુમાં વધુ નાગરિકોને લાભ લેવા અનુરોધ કર્યો છે.

       આ કાર્યક્રમમાં માટે વિવિધ શાખા/વિભાગોની અરજીઓ જે-તે દિવસે કાર્યક્રમમાં બપોરે ૧૨.૩૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે અને ત્યારબાદ આ અરજીઓનો નિકાલ કરવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/