fbpx
અમરેલી

ફરી એકવાર ખેડુતોને છેતરી ગઈ ભાજપ સરકાર : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

ગુજરાતમાં છેલ્લા ર૭ વર્ષથી ભાજપનું શાસન છે, અને ભાજપના શાસનમાં ખેડુતોની દશા માઠી બેસી ગઈ છે, ગુજરાતમાં જયારે–જયારે ચુંટણીઓ આવે ત્યારે–ત્યારે ગુજરાતની જનતાને મુર્ખ બનાવવાનું અને ઉંધી ટોપી પહેરાવવાનું કામ આ ભાજપ પક્ષ છેલ્લા ર૭ વર્ષથી કરી રહયો છે, આ વર્ષ ગુજરાત વિધાનસભાની
ચુંટણી પહેલા ગુજરાતના ખેડુતોને ૧૦ કલાક વીજળી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતુ, અને જેવી ચુંટણી પુરી થઈ અને ભાજપની સરકાર ગુજરાતમાં બનતા સાથે જ ખેડુતોને ૧૦ કલાક વીજળી માંથી ૮ કલાક વીજળી કરી નાંખવામાં આવી છે જે પણ પુરતી મળતી નથી.

આ ભાજપ પક્ષે ખેડુતોને માત્રને માત્ર છેતરવાનું અને લોલીપોપ આપવાનું કામ કર્યું છે. આ ભાજપ પક્ષ પોતાની ચુંટણીલક્ષી ગરજ પુરી થાય એટલે તરત જ પોતાનો અસલી ચહેરો બતાવે છે. જો ભાજપ પક્ષ ગુજરાતના ખેડુતો સાથે ઓરમાયું વર્તન રાખશે તો આવનાર દિવસોમાં ખેડુત પોતાની એકતા અને તાકાત બતાવીને ગુજરાતમાં ભાજપનું શાસન હાલક–ડોલક કરી નાંખશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/