fbpx
અમરેલી

મહુવા–અમરેલી–જેતપુર નેશનલ હાઈવે નિર્માણનું કામ તાત્કાલીક ચાલુ કરવા રજૂઆત કરતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય સડક પરીવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રી નિતિનભાઈ ગડકરીજી અને સચિવ અલકાબેન ઉપાધ્યાયને અમરેલી સંસદીય વિસ્તાર માંથી પસાર થતા મહુવા–જેતપુર નેશનલ હાઈવે સંબંધિત જટીલતા અને પ્રશ્ન અંગે રજુઆત કરેલ હતી. સાંસદશ્રીએ કરેલ રજુઆત મુજબ નેશનલ હાઈવે ૩પ૧ કે જે મહુવા–સાવરકુંડલા–અમરેલી–બગસરા–વડીયા અને જેતપુર ત્રણ જીલ્લાને જોડતો માર્ગ છે જેની કુલ લંબાઈ ૧૮૦ કિ.મી. છે. કેન્દ્ર સરકાર દ્રારા આ પ્રોજેકટને મંજુરી વર્ષ–ર૦૧પમાં આપવામાં આવેલ હતી. પરંતુ આ પ્રોજેકટનું કામ ખુબ જ ધીમી ગતિએ ચાલી રહેલ હોવાને લીધે આ કામના અલાઈમેન્ટ એપ્રુવલની કાર્યવાહી પણ ૪ વર્ષે પૂર્ણ થયેલ હતી. ત્યાર બાદ આ પ્રોજેકટને ૧૦ ઓકટોબર ર૦૧૯ ના રોજ પાંચ પેકેજમાં વિભાજીત કરવામાં આવેલ.

જેમાં (૧) મહુવા થી બાઢડા ૪૭ કિ.મી. (ર) બાઢડા થી અમરેલી પ૧ કિ.મી. (૩) અમરેલી થી બગસરા ર૧ કિ.મી. (૪) બગસરા થી વડીયા ર૯ કિ.મી. અને (પ) વડીયા થી જેતપુર ૩ર કિ.મી.નો સમાવેશ થાય છે. આ પાંચેય પેકેજ અંતર્ગત પેકેજ–૧ની રકમ રૂા. ૧૭૯ કરોડ થવા પામે છે. જેના કન્સ્ટ્રકશન કામની ટેન્ડર પ્રક્રિયા ઓકટોબર–ર૦રર માં થવાની હતી. પરંતુ મંત્રાલય તરફથી આપવામાં આવેલ નવા નિર્દેશાનુસાર બ્રિજની ડીઝાઈનમાં ફેરફાર કરવાનું કહેવામાં આવતા વિભાગ તરફથી સુધારા દરખાસ્ત મંત્રાલયમાં મંજુરી અર્થે મોકલી આપવામાં આવેલ છે. તો તેને સત્વરે મંજુરી આપવામાં આવે. તેવી જ રીતે પેકેજ–ર માટે ટુ લેન માંથી ફોર લેન બનાવવાની મંજુરી મળ્યા બાદ સ્થાનિક વિભાગ તરફથી સર્વેની કામગીરી ખુબ જ ધીમી ગતિએ ચાલી રહેલ હોવાના લીધે આ પેકેજનું કામ ખુબ જ વિલંબમાં પડેલ છે.

ઉપરાંત પેકેજ–૩, પેકેજ–૪ અને પેકેજ–પ નું હજુ સુધી જમીન સંપાદનનું કામ પૂર્ણ થયેલ ન હોવાને લીધે આ સંપૂર્ણ પ્રોજેકટ રોજબરોજ વિલંબે પડી રહયો છે. આ પ્રોજેકટને વર્ષ–ર૦૧પમાં મંજુરી મળેલ હતી. જેને આજે ૭ વર્ષ જેવો સમય થયેલ છે. છતાં આ પ્રોજેકટનું કામ ખુબ જ ધીમી ગતિએ કામ ચાલી રહયું છે. સાંસદશ્રીએ વધુમાં જણાવેલ હતું કે, આ પ્રોજેકટ ખુબ જ મહત્વપૂર્ણ હોવાની સાથે સાથે આ પ્રોજેકટ ભાવનગર, અમરેલી અને રાજકોટ જીલ્લાને જોડતો નેશનલ હાઈવે છે અને અમરેલી સંસદીય વિસ્તારના લોકોની વર્ષો જુની માંગ છે.

તો આ પ્રોજેકટ માટે આગામી નાણાંકીય વર્ષ–ર૦ર૩/ર૪ માં આવશ્યક ઘનરાશીની ફાળવણી કરવામાં આવે જેથી આ પ્રોજેકટ ઝડપથી ચાલુ થઈ પૂર્ણ થઈ શકે અને ત્રણેય જીલ્લાના લોકોને આ નેશનલ હાઈવેનો લાભ મળી શકે. સાંસદશ્રીની રજુઆત અન્વયે મંત્રાલય તરફથી ઝડપથી ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેવી મંત્રીશ્રી અને સચિવશ્રીએ ખાત્રી આપેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/