fbpx
અમરેલી

ઉનામાં પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને કોળી સેનાએ બાઈક રેલી કાઢી

ઉના શહેરમાં કોળી સેના ગુજરાતના સ્થાપક અને ગુજરાત રાજ્યના મંત્રી પરસોતમ સોલંકીનું કોળી સેના તથા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા માર્કેટીંગ યાર્ડ ખાતે સ્વાગત કરાયું હતું. બાદમાં માર્કેટિંગ યાર્ડથી ટાવર ચોક સુધી કોળી સેનાના જીલ્લા પ્રમુખ દીપા બાંભણીયા તથા રાજ્ય સરકાર મંત્રી પરસોતમ સોલંકીના અધ્યક્ષ સ્થાને બાઈક રેલી યોજાઈ હતી. ગુજરાત રાજ્યના મંત્રી અને ૧૦૩ ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર અને રાજ્યના મત્સ્યઉદ્યોગ અને પશુપાલન મંત્રી અને ગુજરાતમાં સૌથી વધુ વખત રાજ્યકક્ષા મંત્રીમંડળમાં સ્થાન મેળવનાર પરસોત્તમ સોલંકી મંત્રીએ પદના શપથ લીધા બાદ ઉના શહેરમાં કોળી સેના દ્વારા ભવ્ય બાઇ રેલીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શહેરના માર્કેટિંગ યાર્ડથી બસ સ્ટેશન, ત્રિકોણ બાગ અને ટાવર ચોક સુધી ભવ્ય બાઇક રેલી ડીજેના તાલે નિકળી હતી. તેમાં તાલુકાભરના કોળી સેના કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો સહીતના મોટી સંખ્યામાં લોકો રેલીમાં જાેડાયા હતા.

ત્યારબાદ આ રેલી ટાવર ચોક ખાતે પહોંચી સભાસંબોધી હતી. મંત્રી પરસોત્તમ સોલંકીનું તાલુકાભરમાંથી પધારેલા કોળી સેનાના યુવાનો આગેવાનો, કાર્યકતાઓ, વડીલો સહીતના તમામ મોટી સંખ્યામાં લોકોએ ફુલહારથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું. આ તકે દિવ્યેશ સોલંકી, દિપા બાંભણીયા, મનોજ બાંભણીયા, રામ વાળા, હરી સોલંકી, બાબુ સોલંકી, કમલેશ સોલંકી, ભાયદાસ સહીતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી સ્વાગત કર્યું હતું. આ સભામાં પરસોતમ સોલંકીએ જણાવ્યું હતું કે હંમેશા સમાજના કામ માટે મારા દરવાજા ખુલ્લા છે અને રહેશે. કોળી સમાજ મારા હૃદયમાં વસે છે. મારા સમાજ માટે અને અન્ય સામાજ માટે મારા થતાં તમામ કામો હું કરીશ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/