fbpx
અમરેલી

મુખ્યદંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા સિવિલ હોસ્પિટલની મુલાકાતે

આજરોજ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડીયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાએ શાંતાબા જનરલ હોસ્પિટલ, અમરેલી (સિવિલ હોસ્પિટલ)ની મુલાકાત લીધી હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીએ કોવિડ-૧૯ની સંભવિત લહેરને લઈ પૂર્વ તૈયારી વિષયક ચર્ચા કરી હતી. આ ઉપરાંત દર્દીનારાયણના ખબર અંતર પણ તેમણે પૂછ્યા હતા. વિશ્વમાં હાલ ચીન સહિત કેટલાક દેશોમાં કોવિડ-૧૯ની સ્થિતિ વિકરાળ બની છે. આ સ્થિતિને જોતા ભારતમાં પણ કોવિડ-૧૯ની સંભવિત લહેરને લઈ પૂર્વ તૈયારીના ભાગરુપે મોકડ્રિલનું આયોજન સરકારી સહિત ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું.

આજરોજ શ્રી કૌશિકભાઈ વેકરીયાએ કોવિડ-૧૯ની સંભંવિત લહેરને પહોંચી વળવા માટે અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ ડેડિકેટેડ ૧૦૦ બેડની હોસ્પિટલ, ઓક્સિજન વ્યવસ્થા, દવા સહિત મુદ્દે સિવિલ હોસ્પિટલ, અમરેલીના સિવિલ સર્જનશ્રી વાળા અને આર.એમ.ઓ ડો.સતાણી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. વધારાના બેડની વ્યવસ્થા ઉપરાંત અન્ય જરૂરી વ્યવસ્થા કરવા માટે સૂચનાઓ આપી હતી. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રીએ જનરલ વોર્ડ, કોવિડ-૧૯ ડેડિકેટેડ વોર્ડ, ઈમરજન્સી ટ્રોમા સેન્ટર, એમ.એલ.સી. રેકોર્ડ રુમની પણ મુલાકાત તેમણે લીધી હતી. સિવિલ  હોસ્પિટલ,અમરેલી મુલાકાત સમયે શ્રી કૌશિકભાઈ વેકરીયા સાથે સાંસદશ્રી નારણભાઈ કાછડીયા અને અન્ય પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ પણ જોડાયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/