fbpx
અમરેલી

 કૌશિકભાઈ વેકરીયાએ કાળુભાઈ પાથરના વિદાયમાન પ્રસંગે ઉપસ્થિત રહીને તેમની ફરજનિષ્ઠાને શબ્દસ્વરૂપે બિરદાવી

૫૮ થી ૬૦ વર્ષની ઉંમર થતાં સરકારી કર્મીઓ વયનિવૃત્ત થતાં હોય છે. પરંતુ મનુષ્ય કર્મ અને તેની ફરજમાંથી તે નિવૃત્ત નથી થઈ શકતા. તેમ છતાં પણ કોઈ એકનું વિદાયમાન અન્ય સહકર્મીઓ માટે ભારે હૃદયની સ્થિતિ બની જાય છે.

આ દ્રશ્ય ખરેખર અદ્ભૂત હોય છે! સરકારી કર્મી તરીકે સંપૂર્ણ કર્મનિષ્ઠા અને ઈમાનદારી સાથે બજાવવામાં આવેલી ફરજ પરથી મુક્ત થવું એ કોઈ સામાન્ય બાબત નથી! અનેક પડાવ, અનેક ફરજો, અનેક વર્ષોના અનુભવો સાથે જ્યારે સરકારી કર્મચારી નિવૃત્ત થાય ત્યારે એ કર્મીનું હૃદય ઉપરાંત સાથી કર્મીઓના હૃદય પણ એક પળ માટે થંભી જતા હોય છે! આવા દ્રશ્યો જિલ્લા પંચાયત, અમરેલી ખાતે ફરજનિષ્ઠ કર્મચારીશ્રી કાળુભાઈ પાથર વયનિવૃત્ત થતાં સર્જાયા હતા! શ્રી કાળુભાઈએ એક સરકારી વાહન ચાલક તરીકે કુંકાવાવ, લીલીયા અને અમરેલી ઉપરાંત જિલ્લા પંચાયતની વિવિધ કચેરીઓમાં પોતાની ફરજ પૂર્ણ નિષ્ઠા સાથે પૂર્ણ કરી અને વયનિવૃત્ત થતાં તેમને બહુમાન સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતુ.

         વિદાયમાનના કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાએ શ્રી કાળુભાઈ પાથરના વિદાયમાન પ્રસંગે ઉપસ્થિત રહીને તેમની ફરજનિષ્ઠાને શબ્દસ્વરૂપે બિરદાવી હતી. આ ઉપરાંત તેમને આરોગ્યમય અને ખુશખુશાલ ભવિષ્યની શુભકામાનાઓ પાઠવી હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવે

શ્રી કાળુભાઈની સેવાકીય ફરજોને બિરદાવી હતી અને નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી હતી. વાહન ચાલકશ્રી કાળુભાઈ પાથરને એમના સહકર્મીઓ દ્વારા પુષ્પગુચ્છ, બુકે અને છાલ ઓઢાડીને સત્કાર સાથે વિદાયમાન આપવામાં આવ્યું હતુ. સ્વચ્છતાના આગ્રહી અને ખુશમિજાજી વ્યક્તિત્વ ધરાવતાં શ્રી કાળુભાઈની સેવાને સૌ સહકર્મીઓ, તેમના પરિવારજનો અને મિત્રજનોએ સહર્ષ બિરદાવી હતી ઉપરાંત ફરજ પરથી વયનિવૃત્તિને લઈ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

          વિદાયમાનના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના આગેવાનશ્રી જલ્પેશભાઈ મોવલીયા, જિલ્લા પંચાયતની સિંચાઈ, પશુપાલન, સહકાર શાખાના ચેરમેનશ્રી નરેન્દ્રભાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, કાર્યપાલક ઈજનેરશ્રી, પંચાયત અને સિંચાઈ વિભાગ અમરેલીના શ્રી ચૌહાણ, જળ સિંચન વિભાગ અમરેલીના કાર્યપાલક ઈજનેર શ્રી રાઠોડ સહિતના અધિકારી – કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/