fbpx
અમરેલી

બે દિવસીય રમતોત્સવમાં જી.એસ.આર.ટી.સી-ગુજરાતના રમતવીરો પોતાના ખેલ કૌશલ્ય બતાવશે

કેન્દ્ર સરકારના રમતગમતલક્ષી  પગલાંઓ, નિર્ણયો અને નીતિ થકી દેશના વિવિધ રાજ્યોમાં છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમતને લઈ જાગૃત્તિ સતત વધી રહી છે. ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને યોગાસન થકી ભારતનો યુવાન આજે પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત્ત બન્યો છે. ગુજરાતમાં ખેલો ઇન્ડિયા રમતોત્સવ પણ સુપર હિટ સાબિત થયો છે.  યુવાઓના આદર્શ અને ભારતીય સંસ્કૃત્તિના સંદેશવાહક મહાન શ્રી સ્વામી વિવેકાનંદની જન્મજયંતીના શુભ દિને નિમિત્તે અમરેલી સ્થિત વિદ્યાસભા શૈક્ષણિક સંકુલ ખાતે ધારી-બગસરાના ધારાસભ્યથી જે.વી.કાકડીયાના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ-અમરેલી વિભાગ દ્વારા આયોજિત ૩૦મા વાર્ષિક રમતોત્સવ-૨૦૨૩નો ભવ્ય રંગારંગ શુભારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે નુતન સ્કૂલના એન.સી.સી કેડેટ કોર્પ્સના સ્ટુડેન્ટ્સ દ્વારા ગ્રાઉન્ડ માર્ચ યોજવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષના જનરલ ચેમ્પિયન ગિરવતસિંહે મશાલ પ્રગટાવીને અર્પણ કરી હતી. આ રમતોત્સવમાં અમદાવાદ,  ભરૂચ, ભાવનગર, ભુજ,  વડોદરા,  ગોધરા, હિંમતનગર, જામનગર,  નડિયાદ, પાલનપુર, રાજકોટ, સુરત, વલસાડ, જુનાગઢ, મહેસાણા અને અમરેલી જી.એસ.આર.ટી.સી વિભાગની મેન્સ અને વિમેન્સ ટીમો વિવિધ રમતોમાં ભાગ લઈ રહી છે. બે દિવસીય રમતોત્સવમાં વિવિધ ૧૬ પ્રકારની રમતોની સ્પર્ધા યોજાશે. ટેબલ ટેનિસ, બેડમિન્ટન, કેરમ, વોલિબોલ, કબડ્ડી, ચેસ જેવી વિવિધ ઇન્ડોર અને આઉટ ડોર ગેમ્સમાં ૪૦૦થી વધુ રમતવીરો પોતાની પ્રતિભાને પ્રદર્શિત કરશે.

રમતોત્સવ-૨૦૨૩ કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે ધારી-બગસરાના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયાએ સંબોધન કરતા જણાવ્યુ કે, રમત-ગમતથી ’ખેલદિલીની ભાવનાઓ વિકસે છે.  રમતગમત ક્ષેત્રે ભારતના રમતવીરો વૈશ્વિક સ્તરે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યા છે. આ ઉપરાંત તેમણે જી.એસ.આર.ટી.સી-અમરેલી વિભાગને આ રમતોત્સવના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા અને સૌ રમતવીરોને રમતોત્સવમાં ભાગ લેવા બદલ શુભકામનાઓ પણ પાઠવી હતી. કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે જી.એસ.આર.ટી.સી અમરેલી વિભાગીય કચેરીના વિભાગીય નિયામકશ્રી જોષી, વિદ્યાસભા સંકુલ-અમરેલીના કેમ્પસ ડાયરેક્ટરશ્રી હસમુખભાઈ પટેલ, ગુ.રા.મા.વા.વ્ય.નિગમ, અમદાવાદના મુખ્ય કામદાર અધિકારીશ્રી કે.ડી.દેસાઈ સહિતના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/