fbpx
અમરેલી

અટવાયેલ દોરીની ગૂંચોનો યોગ્ય નિકાલ કરવા માટે વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જાહેર વિનંતી કરવામાં આવેલ

ઉતરાયણ પર્વ અર્થાત પતંગોત્‍સવનું પર્વ પૂર્ણ થયું લોકોએ પતંગોત્‍સવ પણ ભરપૂર માણ્યો. સ્વાભાવિક છે કે ભારતીય સંસ્કૃતિ મુજબ આપણે ઉત્સવો ઉજવવા પણ જોઈએ. અને આ પ્રસંગે દાન પુણ્ય જેવાં કાર્યો પણ કરવાનો એક અલગ મહિમા છે. હવે સૂર્ય નારાયણ ઉતર તરફ પ્રયાણ કરે છે એટલે ઉતરાયણ પણ કહેવાય અને મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકરસંક્રાંતિ પણ કહેવાય. જ્યોતિષ અને ધર્મ શાસ્ત્ર પ્રમાણે પણ તેનો અનેરો મહિમા છે. પરંતુ આ દિવસ દરમિયાન પતંગો ઉડાડતાં ઉડાડતા આપણી જ પતંગની દોરી અન્ય માટે એક ગોઝારા અકસ્માતનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે. અને આવી અનેક દુખદ ઘટના સાવરકુંડલા શહેરમાં આ ઉતરાયણના પતંગોત્‍સવ દરમિયાન બનતી જોવા મળી.

દોરીથી ઇજા થવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા. સામાન્ય ઈજાઓ અહીં સરકારી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવેલ પતંગોત્‍સવ તો પૂર્ણ થયો પરંતુ હજુ પણ આ પતંગોત્‍સવની પાશ્ર્ચાદ અસર પણ ઘણી ધાતક હોય શકે છે. ખાસકરીને રસ્તા અને આપના ધાબા કે ઈલેકટ્રીક થાંભલે અનેક પતંગના દોરા ગુંચવાયેલ પડ્યા હશે. આમ આવા દોરાની ગુંચો પણ પક્ષીઓ અને મનુષ્ય માટે ઇજા થવાનું કારણ હોય શકે.

એટલે દરેક સુજ્ઞ નાગરિકે જો રસ્તા પર, વૃક્ષ પર કે અગાસીનાં ધાબા પર આવી ગુંચો નજર આવે તો તેનો યોગ્ય નિકાલ કરવા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા જાહેર વિનંતી કરવામાં આવેલ. આમ ગણો તો દોરી જેવી સામાન્ય બાબત પણ વ્યક્તિ કે પક્ષીઓનું જીવન અકસ્માત ગ્રસ્ત કરી શકે છે માટે આ સંદર્ભે દરેક નાગરિક જાગૃતિ કેળવી આવી દોરીઓનો યોગ્ય નિકાલ કરે એ સમયની માંગ પણ છે. ન જાણે આ પતંગોત્‍સવના ઉન્માદમાં એવા કેટલાય પરિવારો હશે જે દોરી વાગવાથી ગંભીરરીતે ઈજાગ્રસ્ત પણ થતાં હશે. એટલે આપણો આનંદ નિર્દોષ લોકોને માટે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/