fbpx
અમરેલી

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના શહીદ વીરોની સ્મૃતિમાં તા.૩૦મીએ બે મિનિટનું મૌન પાળવામાં આવશે

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં શહીદ વીરોએ તેમના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદ વીરોની સ્મૃતિમાં તા.૩૦ જાન્યુઆરી, ૨૩ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનું મૌન પાળવામાં આવશે. રાષ્ટ્ર માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ વીરો પ્રત્યેનું ઋણ અદા કરવા સમગ્ર રાજય સહિત આખા દેશમાં શક્ય હોય તેટલા પ્રમાણમાં કામકાજ અને વાહનની ગતિ તે બે મિનિટ પૂરતી બંધ રાખવામાં આવે છે.

શહીદ દિનનું મહત્વ સમજાય અને શહીદ દિનને યોગ્ય રીતે મનાવવામાં આવે અને રાષ્ટ્રીય એકતાની ભાવના વિકસે તે ઉદ્દેશ્ય સાથે શૈક્ષણિક સંસ્થાઓ સહિતના સ્થળો પર રાષ્ટ્રની સ્વતંત્રતા, અનેક સંભર્ષ બાદ મળેલી સ્વંત્રતતા સહિતના વિષયો પર વકતવ્ય અને સંવાદ વગેરેનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રાજયના વાણિજય અને ઉદ્યોગ સંઘ દ્વારા પણ શહીદ દિનની ઉજવણી કરવામાં આવશે. શહીદ વીરોની સ્મૃતિમાં તા.૩૦ જાન્યુઆરી, ૨૩ને સોમવારના રોજ સવારે ૧૧ વાગ્યે બે મિનિટનું મૌન પાળવા માટે નાગરિકોને જોડાવા માટે સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવશ્રી (પ્રોટોકોલ) અને નિવાસી અધિક કલેકટરશ્રી, અમરેલી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/