fbpx
અમરેલી

PGVCL પેટા વિભાગીય કચેરી વીજપડી ખાતે ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા લોકદરબારમાં અધિકારીઓની હાજરી ખેડૂતોના ખેતીવાડી વીજળી પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવેલ

 
 “તૌક્તે” વાવાઝોડા ના ૯૦ દિવસ ઉપર થવા છતાં તંત્ર દ્વારા ખેતીવાડી વીજળી પુનઃ સ્થાપન કરી શકી નથી, ચોમાસાની સીઝન હોય પરંતુ વરસાદ ખેચાતા ખેડૂતો ની સ્થિતિ નાજુક બનવા પામેલ છે. જેમના પાકો માટે પાણીની જરૂરીયાત હોય પરંતુ વીજળી નાં હોવાથી પાક નિષ્ફળ જવાની પણ શક્યતાઓ રહેલી છે.સરકાર માત્ર ને માત્ર જાહેરાત સિવાઈ કશું કરતી નાં હોય તેર્વું ફલિત થવા પામેલ છે. જેના  કારણે ખેતીવાડી વીજ પુરવઠો સાવરકુંડલા PGVCL પેટા વિભાગીય વીજપડી  હેઠળના ગામોને ખેતીવાડી પુનઃ સ્થાપન વીજળી કરવા માટે PGVCL તંત્ર દ્વારા ૩૧/૦૭/૨૦૨૧ સુધીમાં કાર્યરત કરવા ધારાસભ્ય શ્રીને વચન આપેલ હતું તેમ છતાં હજુ પણ સાવરકુંડલા અને તાલુકા ના ગામડાઓમાંથી ફરિયાદો મળી રહી હતી તેમને ધ્યાને લઈને ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા આજ રોજ સ્થળ પર ખેડૂતોની રજૂઆત સાંભળી ને તંત્ર સાથે ચર્ચા વિચારણા હેઠળ લોકદરબાર યોજવામાં આવેલ જેમાં તંત્ર દ્વારા એક સપ્તાહ માં ખેતીવાડી વીજળી પુનઃ સ્થાપન કરવા માટેની બાહેંધરી આપેલ છે. જેમાં મનુભાઈ ડાવરા પ્રમુખ શ્રી તાલુકા કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા, ભૌતિકભાઈ સુહાગિયા પ્રમુખ યુથ કોંગ્રેસ savrk3-લીલીયા, તેમજ વીજપડી પેટા વિભાગીય કચેરી હેઠળ  દરેક ગામના આગેવાનો અને સરપંચ શ્રીઓ હાજર રહેલ હતા   અંતમાં ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત દ્વારા તંત્રને વહેલી તકે ખેતીવાડી વીજળી કાર્યરત કરવા સુચના આપેલ અને તેમ છતાં તંત્ર દ્વારા સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહી કરે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચારેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/