fbpx
અમરેલી

જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા અંડર-૧૪ વયજૂથના ખેલાડીઓ માટે હાઈટ હન્ટ યોજાશે

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત અંડર-૧૪ વયજૂથનાં ખેલાડીઓ માટે હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પસંદગી પ્રક્રિયામાં તા.૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો ભાગ લઈ શકશે. હાઈટ હન્ટમાં ભાગ લેવા માટે ભાઈઓ અને બહેનો માટે ઉંચાઈના માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. માપદંડો અનુસાર ૧૧ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૬૦ સે.મીથી વધુ અને બહેનો માટે ૧૫૫ સે.મી  થી વધુ, ૧૨ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૬૮ સે.મીથી વધુ અને બહેનો માટે ૧૬૩ સે.મી થી વધુ, ૧૩ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૭૩ સે.મીથી વધુ અને બહેનો માટે ૧૬૬ સે.મીથી વધુ તેમજ ૧૪ વર્ષની ઉંમર ધરાવતા ભાઈઓ માટે ૧૭૯ સે.મીથી અને બહેનો માટે ૧૭૧સે.મથી વધુ ઉંચાઈ હોવી જોઈએ. હાઈટ હન્ટમાં ભાગ લેવા ઈચ્છુક ભાઈઓ/બહેનોએ જન્મ તારીખ અને રહેઠાણના પુરાવા સાથે તા.૦૮/૦૨/૨૦૨૩ ના રોજ સવારે ૮.૦૦ કલાકે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ હોસ્પિટલની બાજુમાં, ચિત્તલ રોડ, અમરેલી ખાતે ઉપસ્થિત રહેવું, તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી પૂનમ ફુમકીયાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/