fbpx
અમરેલી

ચોરીના ગુનામાં ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય.

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ . શ્રી એ . એમ . પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે પ્રભાસ પાટણ પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૮૬૦૦૨૪૨૨૦૨૪૭/૨૦૨૨ , ઇ.પી.કો. કલમ ૩૭૯ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય , ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજરોજ તા .૦૫ / ૦૨ / ૨૦૨૩ ના રોજ અમરેલી એસ.ટી.બસ સ્ટેશન મુકામેથી મજકુર આરોપીને પકડી પાડી , આગળની કાર્યવાહી થવા સારૂ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે અને ગીરસોમનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવેલ છે .

પકડાયેલ આરોપી ઉપર મોટર સાયકલ ચોરીના ઘણા ગુનાઓ હોય અને તે ગુનાઓના કામે નામ.કોર્ટમાં હાજર રહેતો ન હોય , જેથી મજકુર આરોપીના નામ.સિવિલ કોર્ટ , વેરાવળના ત્રણ પકડ વોરંટ , તાલાલા કોર્ટના બે પકડ વોરંટ અને ગોંડલ કોર્ટમાંથી બે પકડ વોરંટ એમ કુલ સાત પકડ વોરંટ ઇસ્યુ થયેલ હતાં .

→ પકડાયેલ આરોપીની વિગતઃ રાકેશ ઉર્ફે રાકલો અમરાભાઇ સોલંકી , ઉં.વ .૩૧ , રહે.મુળ બાંભણીયા , તા.વડીયા , જિ.અમરેલી હાલ રહે.જુનાગઢ , ફકીરવાડો , મજેવડી દરવાજાની સામે .

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ , મનિષભાઇ જોષી , પોપટભાઇ ટોટા તથા પો.કોન્સ . રાહુલભાઇ ધાપા , નિકુલસિંહ રાઠોડ , ભાવિનગીરી ગૌસ્વામી , અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/