fbpx
અમરેલી

આઇ.ટી.આઇ.અમરેલી ખાતે તા.૧૦ ફેબ્રુઆરી,૨૩ના રોજ સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩ યોજાશે

આગામી તા.૧૦ ફેબ્રુઆરી, ૨૩ને શુક્રવારના રોજ આઇ.ટી.આઇ.અમરેલી ખાતે સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩માં વિવિધ ટ્રેડના પ્રતિભાવંત તાલીમાર્થીઓ દ્વારા મોડેલ્સ, ચાર્ટ અને ટુલ્સનું પ્રદર્શન કરવામાં આવશે. ધો. ૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને રોજગારલક્ષી માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુથી આ સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩નું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે. સ્કિલ એક્ઝિબિશન-૨૦૨૩માં ભૂતપૂર્વ તાલીમાર્થીઓની સાફલ્ય ગાથાઓ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

સ્કિલ ઇન્ડિયા વિચારને વધુમાં વધુ પ્રમોટ કરવા માટે વિદ્યાર્થીઓને આઇ.ટી.આઇ., અમરેલીનો સ્થળ પરિચય, સંસ્થા ખાતે ચાલતા વ્યવસાયો સંબંધી માર્ગદર્શન, આઇ.ટી.આઇ. કોર્ષ બાદ રોજગારી, સ્વરોજગારીની તકો, તાલીમાર્થીઓને મળતા યોજનાકીય લાભો વગેરેથી માહિતગાર કરવામાં આવશે. જિલ્લાની માધ્યમિક શાળાઓ તથા ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓને આઇ.ટી.આઇ, અમરેલી ખાતે રુબરુ પધારવા આચાર્યશ્રી, આઇ.ટી.આઇ. અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/