fbpx
અમરેલી

ભાજપના રાજમાં દેવાળીયો બનતો ભારત દેશ : અમરેલી તાલુકા કોંગી પ્રમુખ મનીષ ભંડેરી

કેન્દ્ર માં ર૦૧૪ થી ભાજપનું શાસન છે, અને ભાજપના રાજમાં દિન પ્રતિદિન ભારત દેશનું દેવું વધતુ જાય છે, ઈ.સ. ૧૯૪૭ થી ૩૧ માર્ચ ર૦૧૪ સુધી દેશનું કુલ દેવું રૂા. પપ.૮૭ લાખ કરોડ હતું, જયારે તે દેવું મોદી રાજમાં છેલ્લા ૯ વર્ષમાં વધીને રૂા. ૧પપ.૩૧ લાખ કરોડ થઈ ગયું છે, જે ભાજપ સરકારની અણઆવડત સાબિત કરે છે.

જયારે ભારત દેશને અંગ્રેજોની ગુલામી માંથી આઝાદી અપાવીને કોંગ્રેસ પક્ષે દેશની ધુરા સંભાળી ત્યારે ભારત દેશમાં ટાંચણી પણ બનતી ન હતી અને કોંગ્રેસ પક્ષ સામે અનેક પડકારો હતા છતાં પણ દરેક પડકારોને ઝીલી ને કોંગ્રેસે શૂન્ય માંથી સર્જન કરવાનું કામ ભારત દેશ માટે કર્યું હતું. કોંગ્રેસ પક્ષે ભારત દેશ માટે વિજ્ઞાન, ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્ય, કૃષી, ઈન્ફ્રાટ્રકચર વગેરે જેવા ફીલ્ડમાં કોંગ્રેસની સરકારે અમુલ્ય યોગદાન આપ્યું છે, કોંગ્રેસના ૭૦ વર્ષાના શાસનકાળ દરમ્યાન દેશમાં અનેક સરકારી સંપતિઓ,કંપનીઓ, નિગમો,શાળા – કોલેજો, હોસ્પિટલો, સહકારી સંસ્થાઓ વગેરેનું નિર્માણ કરવાનું કામ કોંગ્રેસની સરકારે કર્યું છે.

કોંગ્રેસની સરકારે ૭૦ વર્ષના શાસનકાળ દરમ્યાન ભારત દેશને વિકાસશીલ દેશની હરોળમાં પહોંચાડીને દેશની અનેક સરકારીઓ સંપતિઓનું નિર્માણ કરીને માત્રને માત્ર રૂા. પપ. ૮૭ લાખ કરોડનું દેવું કર્યું હતું. જેની સામે આ ભાજપની મોદી સરકારે માત્ર ૯ વર્ષના શાસનકાળ દરમ્યાન સરકારી સંપતિઓ વહેચવા છતાં પણ ભારતનું દેવું રૂા. ૧૦૦.૦૦ લાખ કરોડે પહોચાડીને ભારત દેશને દેવાળીયો બનાવી દીધો છે.ભાજપના છેલ્લા ૯ વર્ષના શાસનકાળ દરમ્યાન દેશમાં માત્રને માત્ર દેવું,બેરોજગારી, અસમાનતામાં વધારો થયો છે. આજે પ્રત્યક ભારત દેશના નાગરિકનું માથાદીઠ દેવું રૂા. ૧,૦૯,૩૭૩ થઈ ગયું છે, જે ભાજપ સરકારની અણઆવડત સાબિત કરે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/