fbpx
અમરેલી

દામનગરમાં સમસ્ત સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ ના ચોથા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું

દામનગર સમસ્ત સોરઠીયા હિન્દૂ ધોબી પ્રગતિ મંડળ આયોજિત ચોથા સમૂહ લગ્નોત્સવ યોજાયો.  

શ્રી સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ગુરુકુળ ખાતે સ્વામી શ્રી આનંદસ્વરૂપદાસ ની પાવન નિશ્રા માં સમૂહ લગ્નોત્સવ માં છ નવદંપતી ઓને આશિષ પૂજ્ય સંતો એવમ સામાજિક અગ્રણી ઓ  સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ ના સમૂહ મગ્નોત્સવ માં અઢારે આલમ ની ઉપસ્થિતિ માં સામાજિક સ્વૈચ્છિક સહકારી રાજસ્વી સંસ્થા ઓના અગ્રણી ઓ પ્રભાવિત સમસ્ત સોરઠીયા ધોબી સમાજ ની અન્ય સમાજ સાથે એકયતા  ભાતૃપ્રેમ ની સર્વત્ર સરાહના સાથે ગદગદિત થતા મહાનુભવો એ પોતા ના વક્તવ્ય માં જણાવ્યું હતું કે માત્ર આઠ દાસ ઘર ધરાવતા સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ ની આટલી મોટી સામાજિક સંવાદિતા અને સુંદર વ્યવસ્થા શક્તિ અને અદભુત આયોજન થી ખુશખુશાલ અગ્રણી ઓ.

ઉત્તમોત્તમ વ્યવસ્થા સાથે સમસ્ત સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ ના સમૂહ લગ્નોત્સવ સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ નું ગૌરવ સોશ્યલ મીડિયા માં કરોડો ઇન્સ્ટાગ્રામ ફોલોવર ધરાવતા રાધિકા પરાગ દિહોરા દંપતી આકર્ષણ નું કેન્દ્ર બનાયા હતા ચોથા સમૂહ લગ્નોત્સવ માં પૂજ્ય સ્વામી શ્રી આનંદસ્વરૂપદાસ એવમ સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા સહિત ના મહાનુભવો એ દીપપ્રજ્વલિત કરી સમારોહ ખુલ્લો મુક્યો હતો ત્યાર બાદ સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ ની નાની બાળ દ્વારા સુંદર સ્વાગત ગીત સાથે બેટી બચાવો નો હદયસ્પર્શી સદેશ આપ્યો સમૂહ લગ્નોત્સવ માં ઉદારદીલ દાતા ઓની ઉદારતા થી ખુશખુશાલ નવદંપતી ઓને છુટાહાથે કરિયાવર ની સખાવતો કરાય.

સમગ્ર ગુજરાત ભર માંથી સોરઠીયા હિન્દૂ ધોબી સમાજ ના અગ્રણી ઓની પ્રતિભા સંપન્ન યુવાનો અને ઉદારદિલ દાતા શ્રી ઓનું ભવ્યાતિભવ્ય સન્માન અને સ્મૃતિ ભેટ થી સત્કાર કરાયો હતો હજારો વ્યક્તિ ઓની વિશાળ ઉપસ્થિતિ માં રંગારંગ ચોથા સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયા હતા અન્ય શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી પધારેલ મહાનુભવો એ સમસ્ત સોરઠીયા હિન્દૂ ધોબી પ્રગતિ મંડળ ની વ્યવસ્થા શક્તિ અને આયોજન થી અભિભૂત થઈ સમૂહ લગ્નોત્સવ કમિટી ના સદસ્યો ને ભેટ સોગાદ થી સત્કાર કરી ઉત્સાહ વધાર્યો હતો .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/