fbpx
અમરેલી

સૌરાષ્‍ટ્ર યુનિ.ના કુલપતી ડો.નીતીન પેથાણીનું ડાયનેમિક ગ્રુપ દ્વારા અમરેલીમા સન્‍માન

અમરેલીના ઈતિહાસમાં પ્રથમ વખતજ જીલ્લાની તમામ કોલેજોમાં યુનિ.ના કુલપતી રુબરૂ
મુલાકાત લેતા હોય ત્‍યારે કોલેજ સંચાલકો અને પ્રાઘ્‍યાપકો, વિધ્યાર્થીઓ માટે
પ્રેરણારૂપ છે – હરેશ બાવીશી.

આગવી વહિવટીય કુશળતા ધરાવતા તથા સૌ.યુનિ.ના વિધ્યાર્થીઓનો કારકીદી લક્ષ
હિત કેન્‍ફ્‍માં રાખી કોરોનાના કપરા કાળમાં પણ આગવી સુજ-બુજથી નિર્ણય લઈને
યુનિ.ના હજારો વિધ્યાર્થીઓના રદયમાં સ્‍થાન પ્રાપ્‍ત કરીને એક આદર્શ કેળવણીકાર
સાબીત થયેલ સૌ.યુનિ.ના કુલપતી માન.ડો.નીતીનભાઈ પેથાણી અમરેલી જીલ્લાની
કોલેજોની ઉડતી મુલાકાતે આવેલ તે પ્રસંગે અમરેલી જીલ્લામાં યુવા પ્રતીસઠિત સાથે સંકળાયેલસંસ્‍થા ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિક પેર્સનાલિટીજ-અમરેલી દ્વારા ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીશી દ્વારા કુલપતી ડો.નીતીન પેથાણીનું ફૂલહાર અને મોમેન્‍ટો આપી
સન્‍માનીત કરાયા હતા. આ પ્રસંગે માન.કુલપતી ડો.પેથાણી સાથે અમરેલી જીલ્લાના
વતની, કેળવણીકાર તથા વિધ-વિધ શૈક્ષણિક સંસ્‍થાઓ સાથે આગવો નાતો ધરાવતા
સૌ.યુનિ.ના સીન્‍ડીકેટ સભ્‍ય ડો.ગીરીશ ભીમાણીનું પણ સન્‍માનકરાયુ હતું. આ તકે
ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્‍યુ હતુ કે સૌ.યુનિ.ના વહિવટમાં નખશીખ

પારદર્શક કુલપતી ડો.નીતીનભાઈ પેથાણી દ્વારા પોતાની મુલાકાત દરમ્‍યાન ઉચ્‍ચશિક્ષણ
ખરા અર્થમાં વિધ્યાર્થીઓ માટે કારકિદી તથા રોજગારલક્ષી બને તેવા પોતાના
બે વર્ષના કાર્યકાળ દરમ્‍યાન નમ્ર પ્રયાસ કર્યાછે તે બદલ અમોએ તેમનુ સન્‍માન કરીને
અમરેલી જીલ્લાને સૌ.યુનિ.મા એક આગવુ સ્‍થાન આપ્‍યુ છે તેની નમ્ર નોંધ લેવા પ્રયત્‍ન
કરેલ છે. સાથે સાથે જીલ્લાના વતની એવા સીન્‍ડીકેટ સભ્‍ય ડો.ગીરીશ ભીમાણીએ અમરેલી
જીલ્લાની કોલેજો, પ્રાઘ્‍યાપકો, વિધ્યાર્થીઓના પ્રશ્‍નોને સૌ.યુનિ.મા હંમેશા યોગ્‍ય
સમયે વાચા આપી છે. અને નીરાકરણ પણ લાવ્‍યા છે તે બદલ તેમનુ પણ ડાયનેમિક ગ્રુપ દ્વારા
સન્‍માન કરાયુ હતુ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/