fbpx
અમરેલી

સાવરકુંડલામાં ભાજપ શાસિત પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી બંધ રાખવી જોઈએ… પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નાસીરભાઈ ચૌહાણનું મંતવ્ય

સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને વર્તમાન નગરપાલિકા સદસ્ય નાસીરભાઈ ચૌહાણ દ્વારા સાવરકુંડલા નગરપાલિકા ચીફ ઓફિસર અને પ્રમુખ શ્રીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા તારીખ ૧૪ મી ફેબ્રુઆરીના રોજ સાવરકુંડલા શહેરમાં દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવાની જાહેર નોટિસ પ્રસિધ્ધ કરવામાં આવેલ જેમાં જાહેરાત પ્રસિધ્ધ થયાના પાંચ દિવસ પછી શહેરના વિવિધ સ્થાનોએ ડિમોલીશન થવાની કામગીરી શરૂ થવાની છે એવું જણાવેલ. આ સંદર્ભે સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ નાસીરભાઈ ચૌહાણનું કહેવું છે કે એક તો કોરોનાની પેન્ડામિકમાંથી હજુ માંડ લોકો મુક્ત થયાં હોય ત્યાં તૌકતે વાવાઝોડાએ પણ સાવરકુંડલા શહેરને ઘમરોળ્યું અને અનેક લોકો આ કુદરતી આપદાથી પ્રભાવિત થયા હતા અને વળી મોંઘવારી અને બેરોજગારીના ભસ્માસુરોએ લોકોનું જીવન ઝેર જેવું બનાવ્યું. એમાંથી કોઈ પણ ભોગે બહાર નીકળી માંડ માંડ પેટિયું રળીને પોતાના પરિવારનો જીવન નિર્વાહ કરતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ ડિમોલીશનથી તેનાં ધંધા રોજગાર છીનવાય જવાની શક્યતા હોય આવી વિષમ પરિસ્થિતિમાં આ દબાણ હટાવ ઝૂંબેશને પોતે સમર્થન આપતાં નથી અને ચીફ ઓફિસર સાહેબ સમક્ષ પણ આ દબાણ હટાવ ઝૂંબેશ અટકાવવા વિનંતી કરી છે. વળી દબાણ હટાવ ઝૂંબેશથી કેટલાય પરિવારો રોજગારી વિહોણા થશે અને મજબૂરીવશ શહેરમાંથી સ્થળાંતર કરવાની શક્યતાને પણ નકારી શકાય તેમ નથી. માટે આ ડીમોલીશન અટકવું જોઈએ તે દર્શાવતો પત્ર સાવરકુંડલાના નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ નાસીરભાઈ ચૌહાણે ચીફ ઓફિસર સાહેબને લખેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/