fbpx
અમરેલી

દામનગર પાલિકા તંત્ર આવશ્યક સેવા માં નિષ્ફળ…

દામનગર પાલિકા શાસકો ની ધોર બેદરકારી એ મુખ્ય બજારો માં કાયમ કીચડ આ પાણી પીવા નું ગટર નું ? આવશ્યક સેવા ઓ ખોરવાઈ રહી છે. પાલિકા તંત્ર એ ગેસ એજન્સી પાસે ૭૨ લાખ રસ્તા ઓના ખાડા પુરવા નું વળતર  મેળવ્યું પણ ખાડા પુરવા નો કોન્ટ્રક ખાડા માં ગયો. શહેર માં અનેકો વિસ્તાર માં મહિના ઓથી રસ્તા રીપેર માટે માલ સમાન ના ઢગલા મૂકી ખાડા પૂરતી એજન્સી ગાયબ આડેધડ લેવલ ફિનિસિગ વગર ખાડા માં પેવર બ્લોક ગોઢવી દેવાય છે

દામનગર પાલિકા તંત્ર નો વિકાસ તો દૂર પણ પ્રાથમિક સુવિધા આપવા માં પણ નિષ્ફળ નિવેડેલા શાસકો વારંવાર પેવર બ્લોક રોડ ના મહુર્ત કર્યા ના ફોટા પડાવી ફોટો માં વિકાસ કરી સંતોષ માને છે . શહેર ભર ની મુખ્ય બજારો અને રહેણાંક વિસ્તારો માં ગેસ એજન્સી પાસે ખાડા પુરવા ૭૨ લાખ મેળવી ખાડા પુરવા નો કોન્ટ્રક સંપૂર્ણ ખાડા ગયો છે પ્રજા ના કર ના નાણા નો પાલિકા તંત્ર દ્વારા વ્યય કરાય રહ્યો છે.

શહેર ની સરદાર ચોક થી જૂની શાકમાર્કેટ અજમેરા શોપિંગ થી લુહાર શેરી ઉંડપા પટેલ શેરી ઓ વારંવાર લીલીકાચ રસ્તા ઓ ઉપર પીવા ના પાણી નું ગટર નું કીચડ ? ખાડા પુરવા ના કામ ઉપર કોની દેખરેખ ? સફાઈ વ્યવસ્થા પાણી વિતરણ જાહેર સ્ટ્રીટ લાઈટો સહિત ની પ્રાથમિક સુવિધા માટે લબડતા લોકો ને ભારે હાલાકી વિકાસ વિકાસ ની વાતો કરતા પાલિકા શાસકો પ્રાથમિક સુવિધા સમાન ધોરણે ચલાવે નિયમિત સફાઈ જાહેર સ્ટ્રીટ લાઈટ પાણી વિતરણ જેવી આવશ્યક સેવા નું યોગ્ય સંચાલન કરે તેવી બુલંદ માંગ ઉઠી રહી છે.

દામનગર નગરપાલિકા એક બાજુ પાણી કાપ મૂકી ચાર દિવસે એકવાર પીવા નું પાણી વિતરણ કરે છે ને બીજી બાજુ પીવા ના પાણી ની લાઈનો માંથી બેફામ મીઠા પીવા ના પાણી નો વેડફાટ ચાલે છે વિવિધ આવશ્યક સેવા ઓના સંચાલન માટે ખૂબ મોટી રકમ થી પાણી વિતરણ અને તૂટ ફૂટ રિપેરીગ પાછળ લાખો નો ખર્ચ વ્યર્થ.   

વિકાસ ની આંધળી દોટ માં પેવર બ્લોક ની દુકાનો માં રચ્યા પચ્યા રહેતા તંત્ર વાહકો એ પાણી કાપ મુકતા પહેલા બગાડ અટકાવો સફાઈ સેવા બંધ રાખી કરકસર કરતું તંત્ર પીવા ના પાણી ની પણ કરકસર કરશે ? છભાડીયા રોડ બહાર પરા વિસ્તાર માં આજે પાણી વિતરણ થયુ રોડ ઉપર બુડબુડિયા બોલે અને વિકાસ ઉભા રસ્તે ચડે એટલે શહેરીજનો સમજી જાય કે આજે આ વિસ્તાર માં પાણી વિતરણ થઈ ગયું

દામનગર પાલિકા ના તંત્ર વાહકો જોર શોર થી વેરા વસુલાત કરી રહી ત્યારે આવો પીવા ના મીઠા પાણી નો વ્યય ન અટકાવી શકે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/