fbpx
અમરેલી

કોમર્સ કોલેજ – અમરેલીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

અમરેલી  અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે.કે.પારેખ કોમર્સ કોલેજ – અમરેલીમાં ” આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ” ની ઉજવણીના ભાગ રૂપે એક સેમિનાર અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન તા.૦૯/૦૩/૨૦૨૩ ને ગુરુવારના રોજ સવારે ૯.૦૦ કલાકે  કરવામાં આવ્યું હતું. આ ઉજવણીમાં મુખ્ય વકતા તરીકે જિલ્લાના મહિલા સહકારી આગેવાન કુ. ભાવનાબેન ગોંડલીયા, શ્રીમતી જિજ્ઞાષાબેન પંડ્યા, શ્રીમતી રેખાબેન પટેલ, શ્રીમતી નયનાબેન ભુવા, શ્રીમતી ભારતીબેન પટેલ, શ્રીમતી વિભૂતિબેન જોગણી વગેરે ઉપસ્થિત રહયા હતા.

સૌ ઉપસ્થિત મહિલા અગ્રણીઓનું શબ્દોથી સ્વાગત પ્રા.ભારતીબેન ફીણવીયાએ કર્યું હતું. આ તકે એક વકતૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ; ૧. નારી તું નારાયણી ૨. ઉદ્યોગ સહસિકતામાં બહેનોનું યોગદાન ૩. રાજનીતિમાં બહેનોનું યોગદાન ૪. સરકાર દ્વારા નારી ઉત્થાનના પ્રયાસો  ૫. સહકારી પ્રવૃત્તિઓમાં બહેનોનું યોગદાન વગેરે જેવા વિષયો પર મોટી સંખ્યામાં બહેનોએ સ્પર્ધાના ભાગ રૂપે વક્તવ્યો રજૂ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમે કુ. કાજલ હરિયાણી, દ્વિતીય ક્રમે કુ. જાનવી મકવાણા અને તૃતીય ક્રમે કુ. હીના મકવાણાએ સ્થાન પ્રાપ્ત કર્યા હતા. વિજેતા બહેનોને શિલ્ડ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં અધ્યક્ષ સ્થાનેથી કુ.ભાવનાબેન ગોંડલીયાએ મનનીય પ્રવચન કર્યું હતું.

તમામ સ્પર્ધક બહેનોને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો.એમ.એમ.પટેલે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને જિલ્લા કોઓર્ડિનેટર પ્રા.જે.એમ.તલાવીયા અને જી – ૨૦ ના કોઓર્ડિનેટર પ્રા.વાય.એચ.ઠાકરે કર્યું હતું. ઉપસ્થિત તમામનો કુ. જાનવીબેન મકવાણાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન ફેકલ્ટી મેમ્બર કુ. કલ્યાણીબેન રાવળે કર્યું હતું તેમ આઈ.ક્યુ.એ.સી. કોઓર્ડિનેટર પ્રા.ભારતીબેન ફિણવીયાએ જણાવ્યું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/