fbpx
અમરેલી

જિલ્લામાં અમૃત સરોવરના નિર્માણને લઇ ઉપરાંત સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરી બનતી ત્વરાએ પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરની સૂચના

જિલ્લામાં જળ સંગ્રહ સંબંધિત કામગીરી વધુ સારી રીતે થાય તેમજ આ તમામ કામો આગામી ચોમાસા પૂર્વે પૂર્ણ થાય અને નાગરિકોને સુવિધામાં ઉમેરો થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે. જન સુખાકારી માટે જળ વ્યવસ્થાપનની આ કામગીરી બનતી ત્વરાએ પૂર્ણ થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર પ્રતિબધ્ધ છે. જિલ્લા કલેક્ટરશ્રી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩ અને અમૃત સરોવરના નિર્માણ માટેના આયોજન માટે બેઠક યોજાઈ હતી. જિલ્લા સેવા સદન,અમરેલી ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લાના પ્રાંત અધિકારીશ્રીઓ પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. ગુજરાત સરકારે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૩નો પ્રારંભ કર્યો હતો અને દરેક જિલ્લામાં ગુણવત્તાલક્ષી કામગીરી આગળ વધી રહી છે.

આ જળ અભિયાન અંતર્ગત રાજ્યના તમામ જિલ્લામાં જળ સંગ્રહને લઈ તળાવો સહિતના કાર્યો પણ તેજ ગતિથી આગળ વધી રહ્યા છે. બેઠકમાં અમરેલી જિલ્લામાં જળ અભિયાન-૨૩ અંતર્ગત કરવામાં આવનાર કામોને લઈ જિલ્લા કલેક્ટરશ્રી મકવાણાએ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. આ ઉપરાંત જિલ્લામાં ૭૫ અમૃત સરોવરના નિર્માણ કામગીરી બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે રિવ્યુ ચર્ચા પણ કલેક્ટરશ્રીએ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રી મકવાણાએ જળ સંગ્રહ માટે જિલ્લામાં ગુણવત્તાયુક્ત કામ થાય તે મુદ્દે વિવિધ સૂચનો કર્યા હતા. આ સાથે તળાવોનું બ્યુટિફિકેશન, વૃક્ષારોપણ થઈ શકે તે માટે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી વસ્તાણી, અમરેલી પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, જળ અભિયાન કામગીરી સાથે જોડાયેલા અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/