fbpx
અમરેલી

અમરેલી નગરપાલિકાનું પુરાંત રૂપિયા ૫.૭૫ લાખ દર્શાવતું બજેટ રજૂ થયું

અમરેલી નગરપાલિકાની બજેટ અંગેની મિટીંગ તા . ૨૧/૦૩/૨૦૨૩ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે અમરેલી નગરપાલિકા કચેરીમાં યોજવામાં આવેલ હતી . જેમાં અમરેલી નગરપાલિકાનાં ચુંટાયેલા ૪૪ સભ્યશ્રીઓ પૈકી ૩૭ સભ્યશ્રીઓ મિટીંગમાં હાજર રહેલ હતા . સંસ્થાનું વર્ષ : ૨૦૨૩–૨૪ બજેટ પ્રમુખશ્રી મનીષાબેન રામાણી ના દ્વારા સભા સમક્ષ રજુ કરવામાં આવેલ હતું . જેમાં બજેટમાં કુલ અંદાજીત આવક રૂા . ૯૦.૬૬ કરોડની સામે ૯૦,૬૫ કરોડનો ખર્ચ દર્શાવવામાં આવેલ હતો . જેમાં પુરાંત રૂપિયા ૫.૭૫ લાખ દર્શાવવામાં આવેલ હતી .

બજેટની મુખ્ય જોગવાઈમાં સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અલગ – અલગ વોર્ડ વિસ્તારમાં ભુગર્ભ ગટરનાં કામ પૂર્ણ થયેલ તેવા રસ્તાઓનાં નવીનીકરણ હાથ ધરવામાં આવનાર છે . તેમજ ૧૫ માં નાણાપંચ નાં ફાળવામાં આવનાર રકમમાંથી શહેરના પાણી પુરવઠાને લગત કામો રોડ સ્વીપર મશીન ની ખરીદી તેમજ ફુટપાથ , સાયકલ ટ્રેક , રસ્તા બ્યુટીફિકેશનનાં કામો હાથ ધરવામાં આવનાર છે . તેમજ સ્વર્ણિમ જયંતી યોજના અન્વયે નગરપાલિકાને ઓ.જી. વિસ્તારમાં ફાળવવામાં આવેલ સ્ટ્રીટલાઈટ માટેની અંદાજીત રકમ રૂા . ૧.૫ કરોડનાં કામો હાથ ધરવામાં આવનાર છે .

તેમજ ઓ.જી. એરીયાનાં રસ્તાઓ તથા વરસાદી પાણીના નિકાલની ગટર માટે રકમ રૂ ।. ૬.૫૦ કરોડનાં કામોનાં આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે . તેમજ ‘ ‘ અમૃત ૨.૦ ‘ યોજનાં હિરકબાગ ખાતે નવા વોટર વર્કસ તથા પાણી પુરવઠાને લગત કામો , નવી પાઈપ લાઈનો નાખવી , એકસપ્રેસ લાઈન , વાલ્વ બદલવા , ગાર્ડન ડેવલોપ કરવા , તથા તમામ ડેવલોપમેન્ટનાં કામો હાથ ધરવામાં આવનાર છે .

તેમજ અમરેલી નગરપાલિકા વિસ્તારમાં જીલ્લા કક્ષાનાં ફાયર સ્ટેશનનાં નિર્માણ પણ હાથ ધરવામાં આવનાર છે . તેમજ ‘ નલ સે જલ ‘ ‘ યોજનાં અંતર્ગત અમરેલી શહેરનાં આઉટગ્રોથ વિસ્તાર તેમજ શહેરનાં તમામ નળ લાઈન થી વંચીત તમામ વિસ્તારોને આવરી લઈ તમામ ઘરે નળ કનેકશન આપવાનાં આયોજન પણ હાથ ધરવામાં આવનાર છે . તેમજ અમૃત સરોવર યોજના અંતર્ગત અમરેલી શહેરનાં કૈલાશ મુકિત ધામ પાછળ તથા રોકડીયા પરા સરોવર ડેવલોપમેન્ટનાં કામો પણ હાથ ધરવામાં આવનાર છે .

આમ નગરપાલિકાનું વર્ષ : ૨૦૨૩-૨૪ નું બજેટ લોકોની આરોગ્ય સુખાકારી માં વધારો થાય તેમજ લોકોની રોજબરોજની સુવિધામાં વધારો થાય તેવા હેતુસરની રકમ રૂા . ૫.પર લાખની પુરાંતવાળુ બજેટ આજની સામાન્ય સભામાં બહુમતીથી મંજુર કરવામાં આવેલ છે . મિટીંગમાં પ્રમુખશ્રી મનિષાબેન રામાણી , ઉપપ્રમુખશ્રી રમાબેન મહેતા , કારોબારી ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા દ્વારા બજેટ અંગેની વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ હતી .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/