fbpx
અમરેલી

ભાવેશભાઈ ઠુંમરની સેવાની કિર્તી હવે ચલાલાના સીમાડા ઓળંગીને  ગુજરાત-સૌરાષ્ટ્રના દૂર દૂર છેવાડે પહોંચી છે

ચલાલા ખાતે અમૃત પુષ્પ વિતરણ કેન્દ્ર ચલાવતાં અને અમૃત પુષ્પ નામના ઔષધીય ઉકાળાનું વિતરણ કરતાં ચલાલાના સેવાભાવી અને ધર્મપ્રેમી યુવાન ભાવેશભાઈ ઠુંમરની સેવાની ભાવના પણ ખરેખર કાબિલે તારીફ છે. ખાસકરીને હ્રદય, કેન્સર ચર્મ રોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, શ્ર્વાસની બિમારી, સાંધા અને સ્નાયુઓના દુખાવાવાળા દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. આમ તો અમૃત પુષ્પ ઔષધ એ એક પ્રકારનો આયુર્વેદિક ઉકાળો છે પરંતુ તેનું મધ સાથે સેવન કરવાથી ગુરૂકૃપા અને દ્રારકાધીશના આશીર્વાદથી અનેક દર્દીઓ ભાવેશભાઈના આ ઉકાળાના સેવનથી સાજા થતાં જોવા મળે છે. એવા અનેક દર્દીઓ પણ તેમની પાસે આવે છે કે જે હજારો રૂપિયા ખર્ચ કરવા છતાં દર્દથી પીડાતા હોય છે.

અહીં માત્ર ટોકન ચાર્જ એટલે કે માત્ર ૨૦૦ રૂપિયાની અમૃત પુષ્પ ઔષધની એક બોટલ એવી બે ત્રણ બોટલનું અંદાજિત ત્રણ મહિનાના સેવનથી  કેટલાય દર્દીઓના દર્દ ગાયબ થયેલાં જોવા મળે છે.!! અમુક દર્દીઓ તો અમુક અસાધ્ય દર્દોથી વર્ષોથી પીડાતા હોય તેને પણ આ અમૃત પુષ્પ ઉકાળા ઔષધિએ સાજા કર્યાના અહેવાલો તેમના અનેક વિડિયોમાં જોવા મળે છે. વળી દર્દમાં રાહત કે ધરમૂળમાંથી દર્દ ગાયબ થયાં હોય તેવા દર્દીઓ ભાવેશભાઈને ખૂબ ખૂબ આશીર્વાદ આપતાં પણ તેના વિડિયોમાં જોવા મળે છે.

વળી ભાવેશભાઈના કહેવા મુજબ આ ઔષધિય ઉકાળો કોઈ પણ આડઅસર રહિત છે અને તંદુરસ્ત માનવી પણ તેનું સેવન કરી શકે તેવો છે. હા, આ ઔષધના સેવન દરમિયાન અમુક પરેજી પાળવી ફરજિયાત છે.. તો અને તો જ દર્દમાં રાહત કે દર્દ દૂર થાય છે. હાલ તો ભાવેશભાઈ પાસે દૂર દૂરથી પણ અનેક દર્દીઓ આવે છે. ભાવેશભાઈ આ કાર્ય માત્ર સેવાભાવથી જ કરે છે.. એ ઈચ્છે તો આવા દર્દીઓ પાસેથી માતબર રકમ પણ વસૂલી શકે પરંતુ જેના હ્રદયમાં રામ હોય અને હોઠે  ગુરૂમહારાજનું  નામ હોય તેને લક્ષ્મી લપસાવી શકે નહીં.

કેવળ સેવા એ જ જાણે જીવનમંત્ર બનાવી ચૂકેલ ભાવેશભાઈ માટે તો દર્દીનું દર્દમુકત્ થવું એ જ સૌથી મોટો ઉપહાર છે. ખૂબ ધાર્મિક અને નીતિમત્તા સાથે જીવન વ્યતીત કરતાં ભાવેશભાઈ  એકવાર મળવા જેવા માણસ ખરાં. થોડા સમય પહેલાં જ એક દર્દીની સારવાર અર્થે પોતે સાવરકુંડલા રૂબરૂ પધારેલ.. એવા અનેક દર્દીઓ છે જેની આર્થિક અને શારીરિક સ્થિતિ સારી ન હોય અને દર્દી ચલાલા આવી શકવા અસમર્થ હોય તો એવા દર્દીઓ પાસે વ્યસ્ત સમય વચ્ચે થોડો સમય કાઢીને પોતે દર્દીના નિવાસ સ્થાને સારવાર કરતાં જોવા મળેલ છે.  હજુ એક અઠવાડિયા પહેલાં જ સાવરકુંડલા ખાતે પધારેલ. આમ તો ભાવેશભાઈ પોતે સંબંધરખ્ખું અને માનવતાના પૂજારી છે એટલે લક્ષ્મીની મોહમાયામાં પડ્યા વગર સેવા એ જ સાધના જીવનમંત્ર સાથે કાર્ય કરે છે.

એટલે અચાનક રાત્રે નવ આસપાસ ભાવેશભાઈનો પત્રકાર બિપીનભાઈ પાંધી પર ફોન આવ્યો કે ક્યાં છો? હું સાવરકુંડલા આવ્યો છું અને થોડી મિનિટોમાં નીકળી જવાનું છે. પરંતુ પત્રકાર પાંધીસરના આગ્રહને કારણે તેમણે વ્યસ્તતા વચ્ચે પણ બિપીનભાઈ પાંધીના નિવાસ સ્થાનની  મુલાકાત લીધી હતી.  એમના જીવનની એક ખાસ જાણવા જેવી બાબત તો એ છે કે પોતે પોતાની કારમાં પણ પેટી, તબલા અને ચાદર સાથે રાખે છે એવું લાગે ત્યાં નરસિંહ મહેતાની માફક ભજન કિર્તન કરવા પણ કોઈ પણ પ્રકારના  ક્ષોભ વગર બેસી જાય છે.

અને આમ ઘણી વખત  ભાવેશભાઈ ભજન કિર્તનની સંગત દ્વારા અલખની આરાધના કરતાં જોવા મળે તો લોકોને નવાઈ પણ ન લાગે.. સંપૂર્ણ ધર્મપ્રેમી.. ગુરૂના બોલને પડ્યો ઝીલતાં ભાવેશભાઈ ખરેખર દર્દીનારાયણ માટે એક મોટું દર્દમાંથી સાજા થવાનું આશ્રય સ્થાન જ કહેવાય.. ખાસ કરીને દર્દી જ્યારે તેની વર્ષોની પીડાથી મુક્ત થાય છે એ દ્રશ્ય જ ભાવેશભાઈ માટે સૌથી મોટો ઉપહાર…

આજકાલના કોર્પોરેટ યુગમાં જ્યારે મેડિકલ સારવાર ખૂબ ખર્ચાળ અને મોંઘી  બનતી જોવા મળે છે અને ઘણીવખત તો દર્દથી મુક્ત થવા માટે ખર્ચા કરીને સમગ્ર પરિવાર ખુવાર થતો જોવા મળે છે તેવી પરિસ્થિતિમાં મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ માટે તો ભાવેશભાઈ એક ખારા રણમાં મીઠી વીરડી સમાન છે.. વળી શુધ્ધતા અને સાત્ત્વિકતાના આગ્રહી ભાવેશભાઈને અહીં સાવરકુંડલા ખાતે શુધ્ધ મીઠાઈ સાહિબ સ્વીટ સંદર્ભે વાત કરતાં સાહિબ સ્વીટના જગદીશભાઈ માધવાણીની પણ રૂબરૂ મુલાકાત લીધી હતી અને સાથે સાવરકુંડલાના પત્રકાર બિપીનભાઈ પાંધી તથા ચલાલાના પત્રકાર પ્રકાશભાઈ કારીયા સાથે રહ્યાં હતાં એ પણ પ્રસ્તુત તસવીરમાં જોઈ શકાય છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/