fbpx
અમરેલી

સાવરકુંડલામાં સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલમાં તાજેતરમાં વાર્ષિકોત્સવ ઉજવાયો. જેમાં કે.જી. થી ૧૦  ધોરણના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. 

સાવરકુંડલામાં મહુવા રોડ ગિરધર વાવ પાસે આવેલ સેન્ટ થોમસ ઇંગ્લિશ સ્કૂલમાં તાજેતરમાં વાર્ષિકોત્સવ ઉજવાયો. જેમાં કે.જી. થી ૧૦  ધોરણના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો. તમામ બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દેશના વિવિધ પ્રાંતની સંસ્કૃતિની ઝલક દેખાતી હતી. અંગ કસરતના અદભૂત દાવ પિરામિડ રજૂ કરીને દર્શક વાલીઓના દિલ જીતી લીધાં હતાં. સમારોહનાં અંતે રાષ્ટ્રગીત ગાઈને સમાપન કરવામાં આવ્યું. સમારોહનાં અધ્યક્ષ ધારાસભ્ય મહેશભાઇ કસવાલાએ ગાંધીનગરથી ફોન દ્વારા લાઈવ  શુભેચ્છા પાઠવી હતી. ગેસ્ટ તરીકે પૂર્વ ધારાસભ્ય કાળુભાઇ વિરાણી અને જિલ્લા રમત ગમત અધિકારી કુરેશી હાજર રહ્યા હતા. 

સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી અને પત્રકાર સંઘનાં કાર્યકારી અધ્યક્ષ પ્રતાપભાઇ ખુમાણ સંસ્થા મિત્ર તરીકે હાજર રહ્યા હતા. તેમણે પોતાના ઉદબોધનમાં વાલીઓને જણાવ્યું કે, સખ્ત મહેનતનો પર્યાય એટલે થોમસસર અને જયામેડમ.આજથી ૩૦ વર્ષ પહેલા સામાન્ય સેલ્સમેનથી કારકિર્દી શરૂ કરી, પછી સ્કૂલોમાં શિક્ષક તરીકે કામ કર્યું અને અત્યારે શૂન્યમાંથી આટલું મોટું સર્જન આપણી નજર સામે છે. બાળકોને વારસામાં ધન દૌલત નહિ આપો તો ચાલશે પણ શિક્ષણ વગર નહિ ચાલે.અને એ પણ ચીલાચાલુ શિક્ષણથી નહિ ચાલે.આવતા સમયમાં વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન જ જીવન જરૂરી બની જશે.એવો સંદેશો આપ્યો હતો.સમગ્ર કાર્યક્રમ દરમ્યાન મહેમાનોના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેંટો આપી સન્માનવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા થોમસ સર, જયામેમ તથા તમામ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/