fbpx
અમરેલી

જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને પ્રિ મોન્સુન-૨૩ અંતર્ગત આગોતરા આયોજનને લઈ સમીક્ષા બેઠક યોજાઈ

અમરેલી જિલ્લા  બાગાયત કચેરી, કેનિંગ અને કિચન ગાર્ડન વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવે છે. વિવિધ ફળો તેમજ શાકભાજીને લાંબા સમય સુધી પરીક્ષિત કરી તેમાંથી મળતા ઉપયોગી પોષક તત્વો સહિતની વિવિધ જાણકારીઓ આપવા અંગે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવશે. અમરેલી જિલ્લાની મહિલાઓ તેમજ તેમના કુટુંબીજનોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે, તાલીમ મેળવી મહિલાઓ સ્વતંત્ર કે ગૃહ ઉદ્યોગદ્વારા કેનિંગ (વસ્તુ સંગ્રહના ડબ્બાબંધી) કરી આર્થિક રીતે સ્વનિર્ભર બને તે ઉદ્દેશ્ય છે. મહિલા સશક્તિકરણ અને પોષણ અભિયાનના ભાગરુપે ફળ તથા શાકભાજીનાં પરિરક્ષણ માટેની અમરેલી જિલ્લામાં બે અને પાંચ દિવસની તાલીમનું આયોજન કરવામાં આવશે.

       જેમાં મહિલાઓને ફળ તેમજ શાકભાજીમાંથી બનતા વિવિધ શરબત, જામ, જેલી, કેચપ, સોસ, વિવિધ પ્રકારના અથાણા તેમજ મુરબ્બા, માર્માલેડ, નેકટર સહિતની વિવિધ  બનાવટો બનાવવાની તાલીમ સાથે તાલીમના અંતે પ્રમાણપત્ર અને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે.

        આ તાલીમમાં સહભાગી થવા ઈચ્છુક હોય તેવા ૧૮ થી ૪૫ વર્ષની વય ધરાવતા મહિલાઓએ  આઈ-ખેડૂત પોર્ટલ પર વેબસાઈટ  I khedut.gujrat.gov.in  પર આગામી તા.૩૧ મે, ૨૦૨૩  સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન  અરજીની નકલ સાથે બેંક પાસબુકની ઝેરોક્ષ, રદ કરેલ ચેક , રેશનકાર્ડ અને આધારકાર્ડની નકલ સહિતના દસ્તાવેજોની નકલ સાથે જોડી, નાયબ બાગાયત નિયામકશ્રી, બાગાયત કચેરી, ‘બાગાયત ભવન’ સરદાર ચોક, ચક્કરગઢ રોડ, અમરેલી પિન નંબર ૩૬૫૬૦૧ ખાતે જમા કરાવવા. આ અંગે વધુ વિગતો માટે કચેરીના (૦૨૭૯૨) ૨૨૩૮૪૪  પર સંપર્ક કરવો, તેમ નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/