fbpx
અમરેલી

PGVCL ચીફ એન્જિનિયર ગોપાલભાઈ બાલધા ને વિદાય ભેટમાં મિત્રો દ્વારા ઊર્જા તળાવ માટે રૂ. ૨૧/- લાખના ખર્ચે ૩૫૦ ફૂટ લાંબા અને ૧૫ ફૂટ ઊંચા નિર્માણ પામનાર ચેકડેમનું ખાતમુહૂર્ત

રાજકોટ ગોપાલભાઈ બાલધા એ સમગ્ર નોકરી દરમ્યાન લોકહદય માં અમીટ છાપ છોડી તેની સેવા નિવૃત્તિ પ્રસંગે ને યાદગાર બનાવવા મિત્ર વર્તુળ એ ઉર્જા તળાવ માટે ગીરગંગા પરિવાર ને જળ મંદિર નિર્માણ નું કામ સોંપાયું 

દરેક ધર્મ શાસ્ત્ર પુરાણો માં જળ સંસાધન ની પ્રવૃત્તિ ને મંદિર બાંધવા સમાંતર ગણાવી છે  ત્યારે એક સેવા નિવૃત કર્મચારી ગોપાલભાઈ બાલધા ની નિવૃત્તિ ને  સુંદર રીતે યાદગાર બનાવતા મિત્રો     

રાજકોટના PGVCL માં ચીફ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા ગોપાલભાઈ બાલધા ના નિવૃત્તિ સમયે લોકો એ સપ્રેમ ભેટ આપવા માટે મિત્ર સર્કલ દ્વારા ઊર્જા તળાવ માટે રૂ. ૨૧  લાખનું દાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આપેલ જેના દ્વારા પડધરી તાલુકામાં રોજીયા ગામે ઉંડ નદી પર ૩૫૦ ફૂટ લાંબો અને ૧૫ ફૂટ ઊંચો ઊર્જા તળાવ નામનો ચેકડેમ બનવા જઇ રહ્યો છે અને તેના ખાતમુહૂર્તમાં ગોપાલભાઈ બાલધા (નિવૃત ચીફ ENGG. PGVCL), સરપંચશ્રી ભાગીરથસિંહ જાડેજા (રોજીયા), સરપંચશ્રી રજુભાઈ કથીરિયા (વિભાણિયા), ડો. વિનોદચંદ્ર પટેલ (પૂર્વ પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ), ઘનશ્યામસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસાભાઈ ગોંડલીયા, ભીખાભાઇ વેકરીયા, ક્રિપાલસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ જાડેજા, મેઘજીભાઈ ગોંડલીયા, દિપકભાઈ ગોંડલીયા તેમજ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ હાજર રહ્યા હતા. 

આ ચેકડેમમાં કુદરતી વરસાદના શુદ્ધ પાણીનો કરોડો લીટર જથ્થો સ્ટોરેજ થશે અને જમીનના તળ ઊંડે સુધીમાં ઉતરશે, પૂરતા પાણીથી ખેડૂતો દ્વારા પેસ્ટીસાઈડ – દવા, ખાતર વિના એટલે કે ઝેર મુક્ત ખેતી થશે અને તેમાંથી અનાજ, કઠોળ અને ફ્રુટ આરોગનારા લોકો પણ નિરોગી બનશે, પરિણામ સ્વરૂપે સારા અને શુદ્ધ ઉત્પાદનથી ખેડૂતોને ખેતીની આવકમાં ખૂબ મોટો ફાયદો થવાથી ખેડૂતો સધ્ધર બનશે. 

ગીરગંગા પરીવાર ટ્રસ્ટ દ્વારા આપણે લોકોને અપીલ કરવામાં આવે છે કે આપણી આવક માંથી કે આપણા સમયમાંથી ૧% સમય કે આવક કાઢી જો આ વરસાદી પાણી બચાવવાની ઝુંબેસમાં આપ ગીરગંગા પરિવાર ટ્રસ્ટમાં સહયોગ આપીને આ પૃથ્વી પરના સૌથી જરૂરી અને ઉત્તમ કાર્યમાં જોડાય અને પ્રકૃતિ સાથે પ્રાણ એટલે કે સર્વે જીવસૃષ્ટિની રક્ષા કરીએ અને માનવ સર્જીત આ પ્રદૂષણ યુક્ત વાતાવરણને શુદ્ધ કરવામાં અને ઋતુચક્રને સરખું કરી ને પંચ મહાભૂતની રક્ષા કરવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈને પ્રકૃતિની રક્ષા કરીએ. વધુ માહિતી માટે મો. ૯૪૨૭૨૦૭૮૬૮, મો.૯૮૨૪૨૩૮૭૮૫ સંપર્ક કરવા વિનંતી. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/